Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હરેશ સંગતાણીનું નિધન.

ઉત્તરાખંડમાં ‘ભારત વાટિકા’નું ઉદઘાટન કરવામાં આવ્યું, જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન છે.

30 જૂન: ઇન્ટરનેશનલ ડે ઓફ પાર્લામેન્ટરિઝમ. ઈ.સ. 1889માં આ દિવસે ઇન્ટર-પાર્લામેન્ટરિઝમ યુનિયનની સ્થાપના થઇ હતી, તેથી 2018થી UNએ આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી.

દિલ્હી મેટ્રોને તેના ત્રીજા સ્ટેજ અંતર્ગત ‘ઉચ્ચ ગુણવત્તા’ માટે જાપાન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સ દ્વારા ‘આઉટસ્ટેન્ડિંગ સિવિલ એન્જિનિયરીંગ અચિવમેન્ટ એવોર્ડ-2020’ આપવામાં આવ્યો.

અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ શંભુનાથ શ્રીવાસ્તવ ઇન્ડિયન ફેડરેશન ઓફ UN એસોસિએશન્સ (સંયુક્ત રાષ્ટ્ર સંઘોના ભારતીય સંઘ)ના અધ્યક્ષ નિયુક્ત.

સાર્વજનિક ઉદ્યમ મંત્રી પ્રકાશ જાવડેકરે ઇન્દોરના પીથમપુરમાં આવેલ એશિયાના સૌથી લાંબા હાઈ-સ્પીડ ટેસ્ટ ટ્રેક ‘નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેકસ’ (NATRAX)નું ઉદઘાટન કર્યું, જેની લંબાઈ 11.3 કિલોમીટર છે અને તે ઓટોમોબાઇલ કંપનીઓ માટે ઓટોમોટિવ અને કોમ્પોનન્ટ ટેસ્ટીંગની સુવિધા આપશે. આ ટ્રેક દુનિયાનો પાંચમો સૌથી મોટો ટ્રેક પણ છે.

9 વર્ષ પહેલાં ગ્રીક ગેલેરીમાંથી ચોરી થયેલ પાબ્લો પિકાસોની પેન્ટિંગ ‘વુમન્સ હેડ’ પરત મળી આવી.

એમેઝોનના પૂર્વ એક્ઝીક્યુટીવ મહેશ મહાત્મે વ્હોટ્સએપ પેમેન્ટ્સ ઇન્ડિયાના હેડ નિયુક્ત.

ભારતીય પત્રકાર પી. સાઈનાથે પોતાના લેખન માધ્યમથી નાગરિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે જાપાનનો ફુકુઓકા પુરસ્કાર-2021 જીત્યો, આ પુરસ્કાર તેમણે અન્ય બે વિજેતાઓ સાથે સંયુક્ત રીતે જીત્યો. પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કારનું ‘ગ્રાન્ડ પ્રાઈઝ’ આપવામાં આવશે.

દુનિયાની ટોચની 100 મેડિકલ કોલેજોની યાદીમાં ભારતની 6 કોલેજનો સમાવેશ. અમેરિકાની જોન હોપકિન્સ યુનિ.ની સ્કુલ ઓફ મેડિસીન પ્રથમ ક્રમે.