Help & Support   |   Register Now   |   Login Now     

વર્ષ 2022માં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક (ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિઅર-IAC) ‘INS વિક્રાંત’ કમિશન કરવામાં આવશે.

કેનેડાની લિબરલ સરકારે ઓનલાઈન બિભત્સ ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો, જો કે તેમાં હાલ સોશિયલ મિડિયાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

એન્ટી-વાયરસ સોફ્ટવેર ‘McAfee’ બનાવનાર જોન મેકએફીનું નિધન. તે બાર્સેલોનાની એક જેલમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. તેઓ NASAની સ્પેસ રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં પ્રોગ્રામર રહી ચૂક્યા હતા.

ગુજરાતના કેવડીયા ખાતે 5 એકર જમીનમાં 1 લાખથી વધુ મેંદીના છોડ વાવીને શ્રીયંત્રના આકારની આકર્ષક ભૂલભુલૈયાનું નિર્માણ કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસની વિઅરેબલ્સ કેટેગરીના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

નિકોલ પાસીન્યાન આર્મેનિયન વડાપ્રધાન નિયુક્ત.

ભારતનું ઓફિશિયલ ઓલિમ્પિક થીમ સોંગ ‘લક્ષ્ય તેરા સામને હૈ’ રિલીઝ કરવામાં આવ્યું, આ ગીત મોહિત ચૌહાણ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું અને ગાવામાં આવ્યું.

ભારતની એન્ફોર્સમેન્ટ એજન્સી EDએ બેંક ફ્રોડસ્ટર્સ વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદીની સંપત્તિમાંથી 9,371 કરોડ રૂપિયા PSU બેંકોને ચૂકવ્યા.

કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટને એરપોર્ટ સર્વિસ ગુણવત્તા માટે ‘Airport Council International (ACI) Director General’s Roll of Excellence’ પુરસ્કાર જીત્યો.

બર્કશાયર હેથવેના અધ્યક્ષ અને CEO વોરન બફેટે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું.