Help & Support   |   Register Now   |   Login Now     

પ્રવાસી કર્મચારીઓ માટે મુંબઈ ભારતનું સૌથી ખર્ચાળ શહેર અને એશિયાનું વીસમું સૌથી ખર્ચાળ શહેર. જ્યારે વિદેશી કર્મચારીઓ માટે તુર્કમેનિસ્તાનમી અશાગાબાદ શહેર વિશ્વનું સૌથી મોંઘુ શહેર.

જળવાયુ સંકટની અસરોને ઘટાડવાના મહત્વના ઉપાયોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલ 126 ભારતીય શહેરો માટેના ‘ક્લાઈમેટ-સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CASCAF) 2.૦’ રિપોર્ટમાં ટોપ 9 ફોર સ્ટાર રેટિંગ ધરાવતા શહેરોમાં ગુજરાતના 4 શહેરો સામેલ, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતનો સમાવેશ છે.

Crack GPSC ટૂંક સમયમાં કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી quality books લાવી રહ્યું છે જે તમામ બુક્સનું મટીરીયલ હાલની પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરીને ડેપ્યુટી કલેકટર શ્રી એમ. કે. પ્રજાપતિ સરે ફ્રી આપેલું છે. જે આપના સ્વપ્ન મુજબ આપને સફળતા અપાવશે. આ સાથે એમ. કે. પ્રજાપતિ સર WhatsApp દ્વારા આપના પ્રશ્નોનું સમાધાન અને ફ્રી માર્ગદર્શન (11 AM to 10 PM) પણ આપશે. નામ અને નંબર નોંધી લેશો. M K Prajapati 7600051060.

Most IMP Announcement: કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની ઘરકામ/અભ્યાસ/જોબ સાથે કે ઓછા સમયમાં વધુ સારી તૈયારી કરવા આપ શ્રી એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર, SDM Nadiad)નો 7600051060 નં. પર whatsapp દ્વારા સંપર્ક કરી, તેમનો સમય લઇ, ટેલીફોનીક કે રૂબરૂ મળી માર્ગદર્શન મેંળવી શકો છો.

નાણાકીય વર્ષ 2020-21માં બેંકોએ 1,૦2,252 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો જેમાં HDFC બેંક અને SBIનો હિસ્સો 50% છે.

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી એવોર્ડ્સ-2020માં મધ્યપ્રદેશના ઇન્દોર અને ગુજરાતના સુરત શહેરે પોતાના વિકાસ માટે સંયુક્ત રીતે ‘બેસ્ટ સિટી’નો એવોર્ડ જીત્યો. ચંડીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશોની કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો. ઈન્દોરે ‘ઈનોવેટિવ આઈડિયા એવોર્ડ’ જીત્યો. ઉત્તર પ્રદેશે બેસ્ટ સ્માર્ટ રાજ્ય તરીકેનો એવોર્ડ મેળવ્યો. ગવર્નન્સ બાબતે વડોદરા પ્રથમ ક્રમે.

સાઉદી અરામકોના અધ્યક્ષ યાસિર અલ-રૂમાયન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના બોર્ડમાં એક સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સામેલ.

ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય વેઇટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા કુલપતિ નિયુક્ત.

ગિરીશ વાઘ ટાટા મોટર્સના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિયુક્ત. ટાટા મોટર્સના CEO ગુએન્ટર બટ્સચેકે પોતાના પદેથી રાજીનામું આપ્યું. પરંતુ તેઓ વર્ષ 2022ના અંત સુધી કંપનીના સલાહકાર તરીકે સેવા કરવાનું ચાલુ રાખશે.

ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ ક્રોએશિયામાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં મેન્સ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો.