Help & Support   |   Register Now   |   Login Now     

અસિમી ગોઈટા માલીના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત, જે ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ટ્રાન્ઝીશન, હેડ ઓફ સ્ટેટ’ની ઉપાધિ ધારણ કરશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા ભારતીય તટરક્ષક (ICG) જહાજ ‘સજગ’ને કાર્યરત કરવામાં આવ્યું, જે 105 મીટર ઓફશોર પેટ્રોલ વેસલની શ્રેણીમાં ત્રીજું છે.

કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે યુવા લેખકો માટે ‘YUVA’ યોજના શરૂ કરી, જે અંતર્ગત 30 વર્ષથી નાની વયના યુવા અને નવોદિત લેખકોને તાલીમ આપવામાં આવશે. (YUVA: યંગ, અપકમિંગ એન્ડ વર્સેટાઈલ ઓથર્સ) આ યોજના ઇન્ડિયા@75 પ્રોજેક્ટના એક ભાગ રૂપે છે, જે અનસંગ હીરોઝ, ફ્રિડમ ફાઈટર્સ, અનનોન એન્ડ ફોરગોટન પ્લેસિઝ જેવા વિષયો પર યુવા લેખકોનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરવા માટે છે.

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ સહિત અશોક કુમાર એકમાત્ર કુશ્તી રેફરી તરીકે સામેલ.

20મી સદીની શરૂઆતમાં નામિબિયા પર પોતાના ઔપનિવેશિકકાળ દરમ્યાન નરસંહાર કર્યો હોવાનું જર્મનીએ કબુલ્યું.

ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) સ્ટ્રીમીંગ પ્લેટફોર્મને કવર કરશે.

લોરેન્સ ડેસ કાર્સ ફ્રાન્સના મુસી ડૂ લોવર મ્યુઝિયમની પ્રથમ મહિલા અધ્યક્ષ નિયુક્ત.

વિષ્ણુ કુમાર શર્મા દક્ષિણ સુડાનમાં આગામી ભારતીય રાજદૂત નિયુક્ત.

એન્વાયરમેન્ટલ સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) રિપોર્ટ 2020-21 અનુસાર ઇન્ફોસિસ લિ.એ ઘરે કામ કરવાની સફળ સક્ષમતાના માધ્યમથી પોતાના કાર્બન ઉત્સર્જનમાં લગભગ 46%નો ઘટાડો કર્યો.