Help & Support   |   Register Now   |   Login Now     

મહારાષ્ટ્રમાંથી નિપાહ વાઈરસના એન્ટીબોડી મળી આવ્યા.

રશિયાએ દુનિયાની સૌથી લાંબી (604 ફૂટ) સબમરીન બેલેગોરોડને પોતાના પ્રથમ સિક્રેટ મિશન માટે રવાના કરી.

બ્રાઝિલના પ્રમુખ ઝૈર બોલ્સોનારો સામે ભારત બાયોટેકની કોવેક્સિનની ખરીદી અંતર્ગત ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા.

વનસ્ટેન્ડ ઇન્ડિયા નામની કંપનીએ કોરોનાકાળમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓના સ્થાને ચૂંટણી પ્રચાર કરનાર ‘DOOT” નામનો હ્યુમનોઈડ રોબોટ બનાવ્યો.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI)ના રિપોર્ટ અનુસાર ડાઉનલોડિંગની દ્રષ્ટિએ Jio (20.7 MbPs) અને અપલોડિંગમાં Vi (વોડાફોન-આઈડિયા-6.7 MbPs) ટોચની કંપનીઓ બની.

સ્માર્ટફોન કંપની oppoએ વિશ્વનો પ્રથમ એવો મોબાઈલ બનાવ્યો, જેમાં સ્ક્રીનની વધઘટ કરી શકાય. આ ફોન સામાન્ય સ્થિતિમાં 6.7 ઇંચની OLED સ્ક્રીન ધરાવે છે, પરંતુ તેને મોટી કરતાં તે 7.4ની સ્ક્રીન મેળવે છે.

બ્રિટનના પૂર્વ નાણામંત્રી સાજીદ જાવિદ નવા આરોગ્ય મંત્રી નિયુક્ત. બ્રિટનના પૂર્વ આરોગ્યમંત્રી મેટ હેનકોંકને પોતાની ગર્લફ્રેન્ડને ચુંબન કરતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રાજીનામુ આપવું પડ્યું.

ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય આર્મ્ડ ફોર્સિસના મથક પર જમ્મુ-કાશ્મીર એરફોર્સ બેઝ પર ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો થયો.

રાજકોટથી 50 કિ.મી. દૂર આવેલ રામપુરા અભયારણ્યમાં 3700 એકર જમીનમાં સિંહની નવી પેઢી તરીકે 22 સિંહબાળનો જન્મ થયો. હાલમાં અહીં 11 સિંહ છે. રામપુરા વીડીમાં જન્મતા સિંહબાળનું નામ પિતા નહીં માતાના નામ પરથી રાખવામાં આવે છે.

ગુગલના એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી પર યુરોપ બાદ હવે ભારતે પણ ‘એન્ટીટ્રસ્ટ ઇન્વેસ્ટીગેશન’નો આદેશ આપ્યો. આ ટીવીમાં ગુગલ અગાઉથી જ પોતાની તમામ એપ્સ ઇન્સ્ટોલ કરી આપે છે, જેમાં બહારની અન્ય એપ ઇન્સ્ટોલ કરી શકાતી નથી. તે એન્ડ્રોઇડ ક્ષેત્રના વિકાસને રૂંધે છે.