Help & Support   |   Register Now   |   Login Now     

એક મિલિયન કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરતો સિંગલ યુનિટ ડેમ ‘બેહેતન’ ચીનના શિચુઆન અને યુનાન પ્રાંતમાં વહેતી યાંગત્સે નદીના ઉપરના ભાગમાં આવેલ જિન્સા નદી પર બાંધવામાં આવ્યો.

આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર મીનેશ શાહને NDDBના અધ્યક્ષનો વધારાનો હવાલો આપવામાં આવ્યો.

સરકાર સાથેના વિવાદને કારણે ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું આપતાં કેલિફોર્નિયન મૂળના જેરેમી કેસલ ટ્વિટરના નવા ઇન્ડિયા ગ્રીવાન્સ ઓફિસર નિયુક્ત.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના એડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિંહા CBIના સ્પેશિયલ ડિરેક્ટર નિયુક્ત.

ICC T20 વર્લ્ડકપ-2021 UAEમાં યોજાશે.

UKએ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Binance પર પ્રતિબંધ મૂક્યો.

અગ્નિ મિસાઈલ શ્રેણીમાં આધુનિક મિસાઈલ ‘પ્રાઈમ’નું ઓડીસાના બાલાસોરમાં અબ્દુલકલામ ટાપુ પર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઈલ અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઈલની ટેકનોલોજીને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવી, જેની મારક ક્ષમતા 1500 કિલો મીટરની છે.

ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર મહિલા તીરંદાજ દીપિકા કુમારી વિશ્વની નંબર વન રિકર્વ તીરંદાજ બની. આ સાથે દીપિકાએ વર્લ્ડકપના સ્ટેજ 3માં ગોલ્ડ મેડલની હેટ્રિક બનાવી.

ભારતીય નિશાનેબાજ રાહી સરનોબતે ISSF વર્લ્ડ કપમાં વિમેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.

એન્જિનિયર્સ ઇન્ડિયા લિ.ના CMD આર. કે. સભરવાલે મોંગોલિયાનો હાઈએસ્ટ નાગરિક પુરસ્કાર ‘ધ ઓર્ડર ઓફ પોલર સ્ટાર’ મેળવ્યો.