Help & Support   |   Register Now   |   Login Now     

વડનગરમાં ઉત્ખનન દરમિયાન મળી આવેલ પ્રાચીન અવશેષો, મૂર્તિઓ, સિક્કાઓની માહિતી આપતું ઓપન મ્યુઝિયમ બનશે.

શ્રી શ્રી રવિશંકરે નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉદ્દઘાટન કર્યું.

સેસલ્સમાં ભારત દ્વારા નિર્માણ પામનાર નૌસેનાના સૈન્ય મથકનો પ્રોજેકટ સેસલ્સે રદ કર્યો.

સ્ટુડન્ટ વિઝા માટે યુકેની ‘લો રિસ્ક’વાળા દેશોની નવી સૂચિમાંથી ભારત બહાર.

સમુદ્રોમાં કચરા માટે 10 નદીઓ જવાબદાર. ચીનની યાંગત્સે નદી પ્રથમ, ગંગા બીજા નંબરે.

જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ.

એસ. સુંદરી નંદાની કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનાં પ્રથમ મહિલા ડીજીપી નિયુક્ત.

વડોદરા રેલવે ડિવિઝનની નેરોગેજ લાઈનને હેરીટેજ તરીકે વિકસાવાશે.

વડોદરામાં પેટ્રોલ પંપનું સંચાલન સેન્ટ્રલ જેલના કેદીઓ કરશે.

વિશ્વ બેંકના પૂર્વ અર્થશાસ્ત્રી ઉમર અલ રજ્જાજ જોર્ડનના વડાપ્રધાન બન્યા.