Help & Support   |   Register Now   |   Login Now     

કર્ણાટકના શિવમોગા જિલ્લાના બિદાનુરુના કિલ્લામાંથી ટીપુ સુલતાનના સમયનાં 1000 રોકેટ મળ્યાં.

ITC ભારતની ચોથી સૌથી મૂલ્યવાન કંપની. TCS દેશની સૌથી મૂલ્યવાન કંપની.

ONGCને ઇન્ફ્રા આઇકન્સમાં ગ્લોબલ એનર્જી શ્રેણીમાં ઇન્ફ્રા આઇકન પુરસ્કાર.

ભારત-ભૂતાન સીમા પર 4 લેન હાઈવે બનાવવામાં આવશે.

વિશ્વમાં 21મી સદીનું સૌથી લાંબુ બ્લડ મુન ગ્રહણ જોવા મળ્યું. 43 મિનિટ ચાલ્યું.

મહેશકુમાર મલાણી પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી જીતનાર પ્રથમ હિંદુ બન્યા. દક્ષિણી સિંઘ પ્રાંતના થારેપરકાર સીટથી વિજયી.

વોડાફોન, આઈડિયા વિલયને મંજૂરી. વોડાફોન આઈડિયા ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બનાવશે.

UN દ્વારા કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટને સંપૂર્ણ સૌર ઊર્જા દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ એરપોર્ટ માટે 'ચેમ્પિયન ઓફ અર્થ' પુરસ્કાર.

વિરાટ કોહલીને અંગ્રેજી ક્રિકેટ સમર્થકોની લોકપ્રિય ક્લબ બાર્મી આર્મી દ્વારા ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર.

પોલેન્ડનો આન્દ્રેજ બારગિએલ K-2 પર્વત પર સ્કીઈંગ કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.