Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય શટલર સૌરભ વર્માએ વ્લાદિવોસ્ટોકમાં રશિયન ઓપન બેડમિન્ટન ટ્રોફી જીતી.

CRIF (સેન્ટ્રલ રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ) રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝની જગ્યાએ હવે ઇકોનોમિક અફેર્સ ફાયનાન્સ મિનિસ્ટ્રીને આધિન રહેશે.

કેથલીન બેકરે US નેશનલ સ્વિમીંગ ચેમ્પિયનશીપમાં 100 મીટર બ્રેકસ્ટ્રોકનો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો.

PM મોદીએ ઉત્તરપ્રદેશ માટે 60000 કરોડ રૂપિયાના 81 ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા.

ઇન્ડોનેશિયાના પ્રવાસન ટાપુ લમ્બોક પર ભૂકંપથી 14નાં મોત.

સ્પેસ ફ્લાઈટ કંપની વર્જિન ગેલેકિટકના VSS Unity સ્પેસક્રાફ્ટે અવાજની ગતિથી 2.5 ઘણી ઝડપથી ઊડી તોડ્યો પોતાનો જ રેકોર્ડ.

30 જુલાઈ: માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ.

69મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ સરસપુર ગામ નજીક રુદ્ર માતા ડેમસાઈટ (ભૂજ તાલુકો) પર રક્ષકવનમાં યોજાયો.

શહેરોમાં ઘન અને પ્રવાહી વેસ્ટના નિકાલ માટે ગુજરાત સરકારે શહેરી ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિ જાહેર કરી.

રોગપ્રતિકારક રસીકરણમાં 94.5% સાથે પંજાબની સૌથી સારી કામગીરી, ગુજરાત 72.8% કામગીરી સાથે 17મા ક્રમે. સરેરાશ રાષ્ટ્રીય કામગીરી 79%.