Help & Support   |   Register Now   |   Login Now     

ગુજરાતીમાં ‘વખર’ નામના કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી કવિ સિતાંશુ યશચંદ્ર ‘સરસ્વતી સન્માન-2017’થી સન્માનિત.

નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યુ.

એક બેટ્સમેન અને કેપ્ટન તરીકેના ઉલ્લેખનીય પ્રદર્શન બાદ વિરાટ કોહલી ICC ટેસ્ટ અને ODIના કેપ્ટન તરીકે ઘોષિત.

ઇઝરાયેલ અને અમેરિકાએ ‘એરો 3’ નામની બેલેસ્ટિક મિસાઈલ ઇન્ટરસેપ્ટર્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ. આ સિસ્ટમ વાયુમંડળની ઉપર મિસાઈલ્સને મારવા ડીઝાઇન કરાઈ છે.

રેલવેના ‘કુલ સ્વચ્છતા સર્વેક્ષણ’ અનુસાર ઝોનલ રેન્કિંગમાં ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) ‘પ્રીમિયમ’ કેટેગરીની ટ્રેન્સ બાબતે ટોચના સ્થાને. દક્ષિણ રેલવે ‘અધર ધેન પ્રીમિયમ’ કેટેગરીમાં ટોચ પર.

ઇન્ડિયા સ્ટીલ 2019-એક્ઝિબિશન અને સંમેલનનું ચોથું સંસ્કરણ મુંબઈમાં યોજાયું.

ભારત સરકારે દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી ઉત્પાદનોના મૂલ્ય નિર્ધારણની દેખરેખ માટે સ્થાઈ સમિતિની રચના કરી જેની અધ્યક્ષતા નીતિ આયોગ મેમ્બર (હેલ્ધ) કરશે.

ધ 2019 એડેલમેન ટ્રસ્ટ બેરોમીટરના ગ્લોબલ ટ્રસ્ટ ઇન્ડેક્સ મુજબ ભારત સૂચિત જનતા ક્ષેત્રે બીજા અને સામાન્ય જનસંખ્યા શ્રેણીમાં ત્રીજા ક્રમાંકે.

ધ 2019 એડેલમેન ટ્રસ્ટ બેરોમીટરના ગ્લોબલ ટ્રસ્ટ ઇન્ડેક્સ મુજબ ચીન સૂચિત જનતા અને સામાન્ય જનસંખ્યા બંને કેટેગરીમાં પ્રથમ સ્થાને.

વિરાટ કોહલી ICC દ્વારા ‘મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર’ અને ‘મેન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યર’ ઘોષિત. ઋષભ પંત ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર-2018.