Help & Support   |   Register Now   |   Login Now     

1 જાન્યુઆરી 2019: મહાદેવ દેસાઈનો 126મો જન્મ દિવસ. મહાદેવ દેસાઈ 1917માં પ્રથમ વખત ગાંધીજીને મળ્યા હતા.

1 જાન્યુઆરી: DRDO દિવસ. ઇ.સ. 1958થી આ દિવસ ઉજવાય છે.

ફિલીપીન્સમાં ઉસ્માન નામનું એક ઉષ્ણકટિબંધીય વાવાઝોડું આવ્યું.

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (RERA)ને મજબૂત કરવા અને તેના અમલીકરણની મુશ્કેલીઓ દૂર કરવા શિવ દાસ મીણાની અધ્યક્ષતામાં એક પેનલની રચના.

વિનોદ કુમાર યાદવ રેલવે બોર્ડના અધ્યક્ષ નિયુક્ત.

પ્રસિદ્ધ અભિનેતા-લેખક કાદરખાનનું કેનેડામાં નિધન. તેમણે 1973માં ફિલ્મ ‘દાગ’થી અભિનયની શરૂઆત કરી અને 300થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો.

બી. રાધાકૃષ્ણન તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા.

કર્ણાટકમાં રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપ શરૂ.

પોર્ટુગલની એરલાઈન્સ ‘હાઈ ફ્લાઈ’એ સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ફ્લાઈટની શરૂઆત કરી.