Help & Support   |   Register Now   |   Login Now     

રોનજોય દત્તા એર કંપની ઇન્ડિગોના નવા CEO નિયુક્ત.

બ્રાન્ડ ફાયનાન્સના રિપોર્ટ અનુસાર ભારતની TCS વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મૂલ્યવાન IT સર્વિસ બ્રાન્ડ (2018-19). એક્સેંચર અને IBM અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને.

25 જાન્યુઆરી: રાષ્ટ્રીય મતદાતા દિવસ

પ્રથમ ‘સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ માટે NDRFની આઠમી બટાલિયનની પસંદગી.

રવનિત ગિલ યસ બેંકના CEO અને MD નિયુક્ત.

નેવિ ચીફ એડમિરલ સુનિલ લાંબાએ અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં નવા નેવલ એર બેઝ ‘INS કોહાસા’નું કમિશન કર્યુ.

ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા દિલ્હીમાં ચૂંટણીને સમાવેશી અને સુલભ બનાવવા બાબતે એક આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું.

ગિરીશ પંત, સુરેન્દ્ર સિંહ કંધારી અને ડોં. જુલેખા દાઉદને ‘પ્રવાસી ભારતીય સન્માન’ પુરસ્કાર.

અરુણ જેટલીની અસ્વસ્થતા દરમ્યાન કોલસા અને રેલવે મંત્રી પીયૂષ ગોયલને નાણા મંત્રી તથા કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર તરીકેનો કાર્યભાર.

‘રેગ્યુલેશન ઓફ હોમિયોપેથિક મેડિકલ પ્રોડક્ટ્સ; એડવાન્સિંગ ગ્લોબલ કોલાબરેશન’ પરની વર્લ્ડ ઈન્ટીગ્રૅટેડ મેડિસીન ફોરમ-2019 ગોવામાં યોજાઈ.