Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય લઘુ ફિલ્મ ‘પીરિયડ, એન્ડ ઓફ સેટેન્સ’એ 91મા એકેડમી (ઓસ્કાર) પુરસ્કાર માટે દસ્તાવેજી લઘુ વિષય કેટેગરીમાં નામાંકન મેળવ્યું.

નરેન્દ્ર મોદીએ ‘પ્રવાસી તીર્થ દર્શન યોજના’ શરૂ કરી. આ યોજના હેઠળ ભારતીય પ્રવાસીઓના એક સમૂહને વર્ષમાં બે વખત ભારતમાં ધાર્મિક સ્થળોએ યાત્રા કરાવાશે.

લોયડ્સ રિપોર્ટ અનુસાર જવાહર લાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) ટોચનાં 30 ગ્લોબલ કન્ટેઈનર પોર્ટ્સમાં સામેલ થનાર એક માત્ર ભારતીય બંદર. સૂચિમાં JNPT 28મા ક્રમે.

24 જાન્યુઆરી: આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ.

24 જાન્યુઆરી: રાષ્ટ્રીય બાલિકા દિવસ. આ વર્ષનો વિષય - ઉજ્જવળ કાલ માટે છોકરીઓનું સશક્તિકરણ.

એપમાં આ વિષયોના વિડીયો લેક્ચર્સ થશે ઉપલબ્ધ ટૂંક સમયમાં - ગુજરાતી સાહિત્ય, સાયન્સ ટેક, ભારતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ. જોડાયેલા રહો એપ સાથે.

નાઈઝીરીયામાં લાસા ફિવરના પ્રકોપથી 16નાં મૃત્યુ. લાસા ફિવર મારબર્ગ અને ઇબોલા જેવા ઘાતક વાયરસની જેમ પરિવાર સંબંધી છે.

ભારતીય બોલર મોહમ્મદ શમી ODI (56) મેચમાં 100 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બન્યો. આ પહેલાં ઈરફાન પઠાણ 59 ODI મેચમાં 100 વિકેટ લેનાર બોલર હતો.

પૂર્વ હોકી ખેલાડી રઘબીર સિંહ ભોલાનું નિધન.

દિલ્હીના લાલ કિલ્લામાં 26થી 31 જાન્યુઆરી સુધી ‘ભારત પર્વ’નું ચોથું સંસ્કરણ યોજાશે. આ કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના પ્રદર્શિત કરશે.