Help & Support   |   Register Now   |   Login Now     

કન્નડ લેખક જયંત કેકિનીએ અનુવાદક તેજસ્વિની નિરંજના સાથે પુસ્તક ‘નો પ્રેઝંટ્સ પ્લીઝ: મુંબઈ સ્ટોરીઝ’ માટે ‘DSC પ્રાઈઝ ફોર સાઉથ એશિયન લિટરેચર’ જીત્યું.

આન્દ્રેઇ મકેનની ‘લા વિયે દુન હોમ્મ ઇનકોન્રૂ (ધ લાઈફ ઓફ આ અનનોન મેન)ના તામિલ અનુવાદને સાહિત્યિક અનુવાદ માટે ‘રોમેન રોલેંડ’ પુરસ્કાર

કેન્દ્રીય મંત્રી કર્નલ રાજયવર્ધન રાઠોડે દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ પર રાષ્ટ્રીય ભાષણ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું.

ઈસરોએ ‘PSLV C-44’ રોકેટ દ્વારા ‘કલામસેટ’ નામનો સ્ટુડન્ટ સેટેલાઈટ અને ‘માઈક્રોસેટ-આર’ નામનો એક ઇમેજિંગ ઉપગ્રહ એમ બે સેટેલાઈટ લોન્ચ કર્યા.

આતંકીમાંથી સૈનિક બનેલા લાંસ નાયક નઝીર અહમદ વાની અશોક ચક્રથી સન્માનિત. 2004માં સેનામાં સામેલ થયા, 2018માં આતંકવાદ-વિરોધી ઓપરેશન દરમ્યાન માર્યા ગયા.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભારત રત્નથી સન્માનિત. સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખ અને આસામના સંગીતકાર ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્ન.

કોમનવેલ્ધ ઓફ લર્નિંગે 96 વર્ષીય કાર્થ્યનિ અમ્માને પોતાના રાજદૂત નિયુક્ત કર્યા. તેમણે કેરળ સરકાર દ્વારા આયોજિત 'અક્ષરલક્ષ્મ' સાક્ષરતા પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો.

મહાન હિન્દી લેખિકા કૃષ્ણા સોબતીનું નિધન. તેઓ હિન્દી સાહિત્યનાં ‘ગ્રાન્ડ ડેમ’ તરીકે ઓળખાતાં હતાં.

સુલ્તાન મહમ્મદ 5માના રાજીનામા બાદ સુલ્તાન અબ્દુલ્લા મલેશિયાના નવા રાજા નિયુક્ત.

DRDO અને ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા વિકસવાયેલ લોન્ગ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (LRSAM)નું INS ચેન્નઈથી સફળતાપૂર્વક પરીક્ષણ.