Help & Support   |   Register Now   |   Login Now     

પાર્થસારથી મુખર્જી વધુ બે વર્ષ માટે લક્ષ્મી વિલાસ બેંકના MD તરીકે યથાવત.

ભારત અને જાપાનના તટરક્ષકોએ જાપાનના યોકોહામા તટ પર પોતાનો ડિઝાસ્ટર કંટ્રોલ, સર્ચ અને રેસ્ક્યૂ અભ્યાસ યોજ્યો.

નુમાલીગઢ રિફાઇનરી લિ.ને ‘ગવર્નન્સ નાઉ PSU’ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ વ્યૂહાત્મક પ્રદર્શન માટે ‘સર્વશ્રેષ્ઠ મિનીરત્ન PSU’ પુરસ્કાર.

પાકિસ્તાન સરકારે ટ્વિટર પર એક સર્વેક્ષણ બાદ શેરડીના રસને રાષ્ટ્રીય પેય (નેશનલ ડ્રિંક) ઘોષિત કર્યો.

પત્રકાર કુલદીપ નાયરને મરણોત્તર પદ્મભૂષણ અને અભિનેતા કાદરખાનને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ.

રાષ્ટ્રપતિએ 112 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. 4 પદ્મ વિભૂષણ, 14 પદ્મ ભૂષણ અને 94 પદ્મ શ્રી પુરસ્કાર. પુરસ્કાર પ્રાપ્તકર્તાઓમાંથી 20 મહિલાઓ.

કોરપોરલ જયોતિ પ્રકાશ નિરાલાને મરણોપરાંત અશોક ચક્ર.

કમાન્ડર ટોમી અભિલાષ નાવ સેના પદકથી સન્માનિત.

મેસેડોનિયા દેશનું નવું નામ ઉત્તર મેસેડોનિયા કરવામાં આવ્યું. આ સાથે ગ્રીસ ઉત્તર મેસેડોનિયાને NATO અને યુરોપીયન સંઘમાં જોડાવાની પરવાનગી આપશે.

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવત ‘પરમ વિશિષ્ટ સેવા પદક (PVSM)’થી સન્માનિત.