Help & Support   |   Register Now   |   Login Now     

ગોવામાં માંડવી નદી પર ‘અટલ સેતુ’ નામના 5.1 કિલોમીટર લાંબા કેબલ-સ્ટેડ પુલનું ઉદઘાટન.

લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી ગણતંત્ર દિવસની પરેડમાં એક સર્વ-પુરુષ આર્મી ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી બની.

રક્ષા મંત્રાલયે ગણતંત્ર દિવસ સમારોહની મુખ્ય વિશેષતાઓ સમગ્ર દુનિયાની જનતાને બતાવવા માટે ‘RDP ઈન્ડિયા-2019’ મોબાઈલ એપ લોન્ચ કરી.

બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે પોતાનો પ્રથમ ઇંડોનેશિયા માસ્ટર્સ ખિતાબ જીત્યો.

ભારતના કાર્તિક શર્માએ ઓસ્ટ્રેલિયામાં ન્યુ સાઉથ વેલ્સ મેન્સ એમેચ્યોર ગોલ્ફ ચેમ્પિયનશીપ જીતી.

ભારતની પ્રથમ સ્વદેશ નિર્મિત એન્જિન રહિત હાઇ-સ્પીડ ટ્રેન ‘ટ્રેન 18’નું નામ બદલીને ‘વંદે ભારત એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું.

નાઓમી ઓસાકાએ ઓસ્ટ્રેલિયન ઓપનનો મહિલા એકલ ખિતાબ જીત્યો. તે વર્લ્ડ નંબર વન રેંકિંગ મેળવનાર પ્રથમ જાપાનીઝ પ્લેયર પણ બની.

ગ્રાંટ થોર્નટન ડીલટ્રેકર અનુસાર ભારતે વિલય અને અધિગ્રહણ બાબતે 100 બિલિયન ડોલર્સના ક્લબમાં પ્રવેશ કર્યો.

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોહાન બોથાની ક્રિકેટનાં તમામ પ્રારૂપોમાંથી નિવૃત્તિની ઘોષણા.

નાસાના અપોર્ચ્યુનિટી રોવરે મંગળની સપાટી પર ટચડાઉનના 15 વર્ષ પૂર્ણ કર્યાં.