Help & Support   |   Register Now   |   Login Now     

નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહની જયંતી ઉજવવા માટે 350 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો.

કેરળમાં ભારતનું સૌથી મોટું સ્ટાર્ટ અપ ‘ઇકોસિસ્ટમ’ શરૂ.

10 વર્ષીય અભિનવ શો પૂણેમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં શૂટિંગમાં સૌથી નાની ઉમરનો સુવર્ણ વિજેતા બન્યો.

બેંગલુરુ રેપ્ટર્સે મુંબઈ રોકેટ્સને હરાવીને પ્રીમિયર બેડમિન્ટન લીગ (PBL) ખિતાબ જીત્યો.

બ્રહ્મ દત્ત યસ બેંકના પાર્ટ ટાઈમ નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન નિયુક્ત.

GSTની શરૂઆત પછી ઘટી ગયેલ મહેસુલના અવલોકન માટે સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતામાં GoM (ગૃપ ઓફ મિનિસ્ટર્સ)ની રચના.

લેફ્ટનન્ટ જનરલ જે. એસ. નૈન સ્ટ્રેટેજિક રાઈઝિંગ સ્ટાર કોર્પ્સના 14મા કોર્પ્સ કમાન્ડર નિયુક્ત.

લેખિકા નમિતા ગોખલેએ પોતાની નવલકથા ‘થિંગ્સ ટુ લીવ બિહાઈન્ડ’ માટે ‘સુશીલા દેવી સાહિત્ય પુરસ્કાર’ જીત્યો.

સિક્કિમમાં ‘એક પરિવાર એક નોકરી’ યોજના શરૂ. આ અંતર્ગત એવા પરિવારના એક સભ્યને રોજગાર આપવામાં આવશે જેના કોઈ સભ્ય પાસે સરકારી નોકરી નથી.

થ્રીશુર, કેરળમાં એશિયાની પ્રથમ સ્પોર્ટ્સ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરાઈ.