Help & Support   |   Register Now   |   Login Now     

બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરે ક્રિસ્ટોક ડાબાયરને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 49મી બેઠક સ્વિત્ઝરલૅન્ડના દાવોસમાં યોજાઈ. વિષય - વૈશ્વીકરણ 4.0-ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં વૈશ્વિક વાસ્તુકલાને આકાર આપવો.

તમિલનાડુમાં આયોજિત સાંઢને વશમાં કરવાની સ્પર્ધા ‘જલ્લીકટ્ટૂ’એ મેદાનમાં છોડવામાં આવેલ સાંઢની અધિકતમ સંખ્યાનો (1,354 સાંઢ) વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

કેન્યાના કોસમોસ લેગાટ અને ઇથોપિયાની વર્કનેશ અલેમુએ મુંબઈમાં ટાટા મુંબઈ મેરેથોનમાં અનુક્રમે પુરુષ અને મહિલા વર્ગના ખિતાબ જીત્યા.

પાંચ સદી જૂના સિદ્દાગંગા મઠના પ્રમુખ પૂજારી પ્રસિદ્ધ લિંગાયત દ્રષ્ટા શિવકુમાર સ્વામીનું નિધન. તેમના અનુયાયીઓ તેમને જીવિત દેવતા માનતા હતા.

15 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ વયના ભારતીયો માટે નેપાળ અને ભૂટાનની યાત્રા માટે આધાર કાર્ડ વેલિડ ટ્રાવેલિંગ ડોકયુમેન્ટ.

હમીરપુરના સાંસદ અનુરાગ ઠાકુર એક સાંસદ તરીકે વિશિષ્ટ પ્રદર્શન માટે ‘સંસદ રત્ન પુરસ્કાર’થી સન્માનિત. 2010માં પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.

નેપાળની સેન્ટ્રલ બેંકે ભારતની રૂ. 2,000, રૂ. 500 અને રૂ. 200ની ચલણી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો.

પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (PGCIL)ના અધ્યક્ષ શેખર ઝા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (CERC)ના સભ્ય બન્યા.

અપર્ણા કુમાર દક્ષિણ ધૃવ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા IPS ઓફિસર બન્યાં.