Help & Support   |   Register Now   |   Login Now     

પૂણેમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું સમાપન. મહારાષ્ટ્ર 228 પદક સાથે પ્રથમ સ્થાને જયારે હરિયાણા બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને.

કેલીફોર્નિયાથી ‘નેશનલ રિકોનઈસન્સ ઓફિસ સેટેલાઈટ’ નામનો અમેરિકન સ્પાઈ સેટેલાઈટ લોન્ચ.

વૈજ્ઞાનિક, ભારત રત્ન સી. એન. આર. રાવની UAEના સેન્ટર ફોર એડવાન્સ્ડ મટીરીયલ્સના પ્રથમ ‘શેખ સાઉદ ઇન્ટરનેશનલ પ્રાઈઝ ફોર મટીરીયલ્સ રિસર્ચ’ માટે પસંદગી.

PwCના ગ્લોબલ ઈકોનોમી વોચ રિપોર્ટ અનુસાર ભારત 2019માં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા રેન્કિંગમાં UKને પાર કરશે.

અમેરિકા નિવાસી ભારતીય કવયિત્રી રંજની મુરલીએ એપીજે કોલકાતા લિટરરી ફેસ્ટીવલ (AKLF)માં ‘વુમન્સ વોઈસ એવોર્ડ’ જીત્યો.

‘ગૃપ ઇન્સોલ્વન્સી’ના અવલોકન અને એક યોગ્ય રૂપરેખા અંગે સલાહ આપવા માટે SEBIના પૂર્વ પ્રમુખ યુ. કે. સિંહાની અધ્યક્ષતામાં 11 સદસ્યીય સમિતિની રચના.

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરનું ઉદઘાટન કર્યુ.

બંગાળી લેખક અતીન બંદોપાધ્યાયનું નિધન. તેમણે ‘પંચશતી ગલ્પ’ લઘુકથાઓનાં સંકલન માટે 2001માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવ્યો હતો.

ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લાના અસુરગઢ કિલ્લામાં ખોદકામ દરમિયાન મૌર્ય અને કુષાણ કાળ સાથે સંબંધિત 2,300 વર્ષ જૂની કળાકૃતિઓની શોધ.

UNESCOએ બ્રાઝિલના રિયો ડી જનેરિયો શહેરને વર્લ્ડ કેપિટલ ઓફ આર્કીટેક્ચર-2020 જાહેર કર્યું.