Help & Support   |   Register Now   |   Login Now     

હજીરામાં L&Tના ‘આર્મ્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્ષ’નું ઉદઘાટન કરીને વડાપ્રધાને સુરતમાં બનેલી K9 ટેન્ક રાષ્ટ્રને સમર્પિત કરી.

ભારતીય-અમેરિકન ગુરિંદર સિંહ ખાલસાને સાહસ અને કરુણાના નિરંતર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત ‘રોજા પાર્ક્સ ટ્રેલબ્લેઝર’ પુરસ્કાર.

ભારત સરકારે ગુજરાત અને તમિલનાડુમાં ત્રણ નવા નેવિ એર સ્ક્વોડ્રન સ્થાપવાની મંજૂરી આપી.આ ત્રણ સ્ક્વોડ્રન ઇન્ડિયન નેવિની સ્ટ્રેન્થમાં વધારો કરશે.

પી. આર. વકીલ અહમદ કાઉન્સિલ ફોર લેધર એક્સ્પોર્ટ્સ (CLE)ના અધ્યક્ષ નિયુક્ત.

ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિ. (BHEL) અને LIBCOIN ભારતના પ્રથમ 1 GW લિથિયમ-આયન બેટરી પ્લાન્ટનું નિર્માણ કરશે.

ASEAN અને ભારતના પર્યટન મંત્રીઓની સાતમી બેઠક વિયેતનામના હા લોન્ગ સિટીમાં યોજાઈ.

મુંબઈમાં નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા (NMIC)નું ઉદઘાટન.

RBIએ બેંક ઓફ મહારાષ્ટ્ર પર KYC ગાઈડલાઈન્સ અને ફ્રોડ-કલાસિફીકેશન નોર્મ્સનું યોગ્ય પાલન ન કરવા માટે 1 કરોડનો દંડ ફટકાર્યો.

અમેરિકાના ડેમોક્રેટિક કાનૂનવિદ રાજા કૃષ્ણમૂર્તિ ઇન્ટેલિજન્સ પરની એક કોંગ્રેસ કમિટીના સભ્ય નિયુક્ત.

ડૉ. રતન લાલ જાપાન પુરસ્કાર-2019થી સન્માનિત.