Help & Support   |   Register Now   |   Login Now     

નાગપુરમાં બીજો ‘વર્લ્ડ ઓરેન્જ ફેસ્ટીવલ’ શરૂ.

રોજગાર નિર્માણ માટે સરકારની પ્રમુખ યોજના પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (PMRPY)એ એક કરોડથી વધુ લોકોને લાભ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો.

ISROએ બેંગલુરુમાં UNNATI કાર્યક્રમ શરૂ કર્યો. બાહ્ય અંતરિક્ષની શોધ અને શાંતિપૂર્ણ ઉપયોગ પર પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની 50મી વર્ષગાંઠ UNISPACE-50 ઉજવવા આ કાર્યક્રમ શરૂ કર્યો.

પ્રભાત સિંહ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)માં ડિરેક્ટર જનરલ-ઇન્વેસ્ટીગેશન નિયુક્ત.

ચીનના ડુનહુઆંગમાં દેશનો પ્રથમ 100 મેગાવોટનો મોલ્ટન સોલાર પ્લાન્ટ શરૂ થયો. વિશ્વનો પ્રથમ મોલ્ટન સોલાર પ્લાન્ટ અમેરિકાના નવાદામાં બન્યો છે.

ત્રિમાસિક ધોરણે 10,000 કરોડ રૂપિયાથી વધુ નફો કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ ખાનગી કંપની બની.

લિંગપ્પા નારાયણ સ્વામી કર્ણાટક હાઈ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત.

PM મોદીએ અમદાવાદમાં 'સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ એન્ડ રિસર્ચ’નું ઉદઘાટન કર્યુ. ગુજરાતની પ્રથમ એર-એમ્બ્યુલન્સ માટે હેલિપેડની સુવિધાવાળી હોસ્પિટલ.

વિનેશ ફોગાટ ‘લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ’ માટે નોમિનેટ થનાર પ્રથમ ભારતીય બની.

દિલ્હીના તાલકોટા સ્ટેડિયમમાં યોજાયેલ 10મી ઇન્ટરનેશનલ તાંગ સુડો ચેમ્પિયનશિપમાં ગુજરાતના નિસર્ગ જાનીએ ગોલ્ડ મેડલ જીત્યો.