Help & Support   |   Register Now   |   Login Now     

સ્ટીફન કોન્સ્ટેન્ટાઈને ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના પ્રમુખ કોચ પદેથી રાજીનામું આપ્યું.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં 13 સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના માટે 3,6૦૦ કરોડ રૂપિયાની ફાળવણી.

મુંબઈમાં ઇન્ડિયા રબર એક્સ્પો-2019 યોજાયું. આ એક્સ્પો એશિયાનો સૌથી મોટો રબર એક્સ્પો છે.

અનંત નારાયણને રાજીનામું આપતાં અમર નગરમ મિન્ત્રા અને જબોંગના નવા પ્રમુખ.

કર્ણાટકનો સ્વિમર શ્રીહરિ નટરાજ ખેલો ઇન્ડિયામાં સૌથી વધુ (7) સુવર્ણ ચંદ્રક જીતનાર ખેલાડી બન્યો.

દિલ્હી આંતરરાષ્ટ્રીય ઓપન શતરંજ ટૂર્નામેન્ટમાં ગ્રાન્ડ માસ્ટર માનક મેળવી ડી. ગુકેશ યુક્રેનના સર્જેઈ કારજાકિન પછી દુનિયાનો બીજો સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બન્યો.

હૈદરાબાદમાં પ્રથમ એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ (EMRS) સ્પોર્ટ્સ મિટ યોજાઈ.

ઔરંગાબાદમાં 9મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન માઈક્રો ઇરીગેશન યોજાઈ.

શકીલ અહમદે કોલકાતામાં એક લાખ મીટરનું અંતર કાપીને ઇન્ડોર રોઈંગમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 10 કલાકમાં એક લાખ મીટરનું કૃત્રિમ અંતર કાપીને આ સિદ્ધિ મેળવી.

ટી. સી. એ. અનંતે UPSCના સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો.