Help & Support   |   Register Now   |   Login Now     

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે દૂરદર્શન સાથે બે વિજ્ઞાન સંચાર ચેનલ ‘ડીડી સાયન્સ’ અને ‘ઇન્ડિયા સાયન્સ’ શરૂ કરી.

મનુ સાહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના CEO નિયુક્ત. તેઓ ફેબ્રુઆરીમાં પોતાનું પદ સંભાળશે અને ડેવિડ રિચર્ડસનનું સ્થાન લેશે.

બી. શ્રી રામ ICICI બેંકના ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર નિયુક્ત.

હરિયાણાના ચંડીમંદિર સૈન્ય સ્ટેશનમાં ‘IMBEX 2018-19’ નામનો બીજો ભારત-મ્યાનમાર દ્વિપક્ષીય સેના અભ્યાસ શરૂ.

પ્રખ્યાત મલયાલમ ફિલ્મકાર કેરળ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ લેનિન રાજેન્દ્રનનું નિધન.

મોહમ્મદ અલી કમર ભારતના મહિલા બોક્સિંગના કોચ તરીકે નિયુક્ત.

મેસિડોનિયાની સંસદે દેશનું નામ બદલીને રિપબ્લિક ઓફ નોર્થ મેસિડોનિયા કરવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો.

PM મોદીએ કેરળમાં ‘અધ્યાત્મિક સર્કિટનો વિકાસ: શ્રી પદ્મનાભ સ્વામી મંદિર-અરનુમુલા-સબરીમાલા’ પરિયોજનાનું ઉદઘાટન કર્યુ.

એસ. રુદ્ર માયને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં 269 કિ.ગ્રા. વજન ઊંચકીને વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ મેળવ્યો.

મુંબઈમાં ગ્લોબલ એવિએશન સમિટ-2019 યોજાઈ.