Help & Support   |   Register Now   |   Login Now     

લેખિકા નમિતા ગોખલેએ પોતાની નવલકથા ‘થિંગ્સ ટુ લીવ બિહાઈન્ડ’ માટે ‘સુશીલા દેવી સાહિત્ય પુરસ્કાર’ જીત્યો.

સિક્કિમમાં ‘એક પરિવાર એક નોકરી’ યોજના શરૂ. આ અંતર્ગત એવા પરિવારના એક સભ્યને રોજગાર આપવામાં આવશે જેના કોઈ સભ્ય પાસે સરકારી નોકરી નથી.

થ્રીશુર, કેરળમાં એશિયાની પ્રથમ સ્પોર્ટ્સ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરાઈ.

ભારત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U) પહેલ હેઠળ ‘ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ’ શરૂ કરી.

ભારતના રોનાલ્ડ સિંહે એશિયન ટ્રેક સાઈક્લિંગ ચેમ્પિયનશિપમાં એક કિ.મી. ટાઈમ ટ્રાવેલ ઇવેન્ટની જુનિયર પુરુષ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

મલેશિયામાં પહંગ સ્ટેટના ક્રાઉન પ્રિન્સ તેંગ્કુ અબ્દુલ્લાહ સુલતાન મુહમ્મદના સ્થાને દેશના નવા રાજા બનશે.

ભારતના પૂર્વ ફૂટબોલર મોહમ્મદ ઝૂલ્ફીકારૂદ્દીનનું નિધન.

14 જાન્યુઆરી: આર્મ્ડ ફોર્સિસ વેટેરન ડે.

ગુજરાત સામાન્ય શ્રેણીમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું.

ગ્રેટર નોઇડામાં મેગા ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ બેવરેજ શો ‘ઇન્ડસ ફૂડ-2019’ યોજાયો.