Help & Support   |   Register Now   |   Login Now     

કર્નલ રણવીર સિંહ 7 ખંડના સૌથી ઊંચાં શિખરો સર કરનાર પ્રથમ આર્મી ઓફિસર બન્યા. તેઓ ત્રણ એવરેસ્ટ સમિટમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય છે.

પેરૂમાં વિશ્વની સૌથી અઘરી ઓફ રોડ એડ્યુરન્સ રેસમાંની એક રેસ ‘ડકાર રેલી’ યોજાઈ.

ઇન્ટરનેશનલ ડેમ સેફટી કોન્ફરન્સ ઓરિસ્સામાં યોજાઈ.

રાજસ્થાનના બિકાનેરમાં છઠ્ઠો આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ શરૂ.

ચંડીગઢમાં છઠ્ઠો ‘ભારતીય મહિલા જૈવિક ઉત્સવ’ યોજાયો.

ગોદરેજ ગૃપના અધ્યક્ષ આદિ ગોદરેજ ‘ટ્રાંસલેટિંગ એક્સેલન્સ ઇન કોર્પોરેટ ગવર્નન્સ ઇનટૂ રિયાલિટી’ માટે ICSI લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત.

29મું ભારતીય પેઈન્ટ સંમેલન આગ્રામાં યોજાયું. સંમેલનનો વિષય - પેઈન્ટ્સ પે ચર્ચા-નયે આયામ.

સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ યોજાશે.

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2019 અનુસાર 190 દેશોની યાદીમાં જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી. ભારત 79મા ક્રમાંકે.

જયદીપ ગોવિંદ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના મહાસચિવ નિયુક્ત.