Help & Support   |   Register Now   |   Login Now     

ચાર્લ્સ કુપ્પરમેન અમેરિકાના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર નિયુક્ત.

સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ (NCAP)ની શરૂઆત કરી. 2024 સુધી 102 શહેરોમાં પાર્ટીક્યુલેટ મેટર (PM) પ્રદૂષણ 20થી 30% સુધી ઘટાડવાનું લક્ષ્ય.

IWF (ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન)ના અધ્યક્ષ બીરેન્દ્ર પ્રસાદ વૈશ્યની ટોક્યો ઓલિમ્પિક-2020 માટેના શેફ ડી મિશન તરીકે પસંદગી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેપાળના સેનાપ્રમુખ જનરલ પૂર્ણ ચંદ્ર થાપાને ઇન્ડિયન આર્મીના જનરલ રેન્કના માનદ પદથી સન્માનિત કર્યા.

ખરાબ પ્રદર્શન બાદ હોકી ટીમના કોચ પદેથી હરેન્દ્ર સિંહને હટાવાયા.

ONGC આગામી સાત વર્ષમાં આસામમાં કુવાના સારકામ માટે 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

જાન કુબિસ લેબનોનમાં UNના સ્પેશિયલ કો-ઓર્ડીનેટર નિયુક્ત.

હૈદરાબાદમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર પ્રતિબંધ.

વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)ની માનદ સભ્યતા મેળવી.

12 જાન્યુઆરી: રાષ્ટ્રીય યુવા દિવસ. સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ.