Help & Support   |   Register Now   |   Login Now     

86મી રાષ્ટ્રીય બિલિયર્ડસ એન્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ ઇન્દોરમાં યોજાઈ.

લંડનમાં The International Observatory of Human Rights (IOHR) દ્વારા માનવ અધિકારો માટે સમર્પિત દુનિયાની પ્રથમ ટી. વી. ચેનલ શરૂ.

સત્યરૂપ સિદ્ધાંતે એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સિડલી સર કર્યુ. બધા ખંડોમાં 7 સૌથી ઊંચાં શિખરો પર ચઢનાર પ્રથમ ભારતીય અને સૌથી નાની વયના વ્યક્તિ.

ગાંધી શાંતિ પુરસ્કાર: 2015 - વિવેકાનંદ કેન્દ્રને, 2016 - અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલને, 2017 - એકલવ્ય ટ્રસ્ટને, 2018 - યોહી સસાકાવાને.

અભિનેત્રી ગ્લેન ક્લોઝને ફેબ્રુઆરીમાં યોજાનાર 14મા વાર્ષિક વાઈલ્ડ એવોર્ડ્સમાં ‘ઓસ્કાર વાઈલ્ડ એવોર્ડ’ આપવામાં આવશે.

આસામ ગણ પરિષદ (AGP)ના કો-ફાઉન્ડર બિરાજ કુમાર સરમાનું નિધન. તેઓ 1985ની ઐતિહાસિક આસામ સમજૂતીના હસ્તાક્ષર કર્તાઓમાંના એક હતા.

સંજય જૈન અને કે. એમ. નટરાજ સુપ્રિમ કોર્ટમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત.

ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન. આ દેશનું સૌથી મોટું એક્ઝિબિશન છે.

ચીની વકીલ યૂ વેન્શેંગે ‘ફ્રેંકો-જર્મન માનવાધિકાર’ પુરસ્કાર જીત્યો. તેઓ બેઇજીંગ શહેરમાં પ્રદૂષણ માટે સરકાર પર મુકદમો ચલાવવા માટે જાણીતા છે.

સી. પી. જોશી રાજસ્થાન વિધાનસભાના સ્પીકર ચૂંટાયા.