Help & Support   |   Register Now   |   Login Now     

પબ્લિક એન્ટરપ્રાઈઝીસ સર્વે 2018-19 અનુસાર ONGC સૌથી વધુ નફો કરનાર કંપની, જ્યારે BSNL, એર ઇન્ડિયા અને MTNL સૌથી વધુ નુકસાન સહન કરનાર કંપની.

બાંગ્લાદેશે ભારતને હરાવીને ICC અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.

લદ્દાખ સ્કાઉટ રેજિમેન્ટલ સેન્ટર (LSRC) રેડ ટીમે પ્રથમ ખેલો ઇન્ડિયા આઈસ હોકી મેન્સ ચેમ્પિયનશિપ-2020 જીતી.

હરિયાણાની ટીમે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI)ને હરાવીને હોકી ઇન્ડિયા સિનિયર વિમેન્સ નેશનલ ચેમ્પિયનશિપ-2020 (A ડિવિઝન)નો ખિતાબ જીત્યો.

ઓસ્કાર 2020: સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - રેની જેલ્વેગર (ફિલ્મ: જુડી), સર્વશ્રેષ્ઠ અભિનેતા - જોકીન ફિનિક્સ (ફિલ્મ- જોકર), સર્વશ્રેષ્ઠ ફિલ્મ - પેરાસાઈટ, સર્વશ્રેષ્ઠ ડિરેક્ટર - બોંગ જૂન-હો.

મુંબઈની 12 વર્ષીય કામ્યા કાર્તિકેયન દક્ષિણ અમેરિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકાંકુઆ (6962 મીટર) પર ચઢનાર દુનિયાની સૌથી નાની વયની છોકરી બની.

ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદી પર દેશનો પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ બનાવાશે, જે પ્રતિષ્ઠિત લક્ષ્મણ ઝૂલાના વિકલ્પ તરીકે બનાવવામાં આવશે, જે 2019માં બંધ કરી દેવાયો.

સ્વિસ બેંક ક્રેડિટ સુઈસ ગૃપ AGના CEO ટીડજેન થિયમે જાસૂસી કાંડ બાદ રાજીનામું આપતાં થોમસ ગોટસ્ટીન નવા CEO નિયુક્ત.

ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે (DoT)એ ભારતી એરટેલ સાથે ટાટા ટેલીસર્વિસીઝના કન્ઝ્યુમર મોબિલિટી બિઝનેસના વિલયની મંજુરી આપી.

આસામના દક્ષિણ સાલમારા મનકાચર જિલ્લાને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)ના અમલીકરણ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો.