Help & Support   |   Register Now   |   Login Now     

સતત ત્રીજા વર્ષે વિરાટ કોહલી ડફ એન્ડ ફેલ્પ્સના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટમાં સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે ટોપ પર. અક્ષય કુમાર બીજા સ્થાને.

10 ફેબ્રુઆરી: વર્લ્ડ પલ્સીસ ડે. (વિશ્વ કઠોળ દિવસ). ઈ.સ. 2019થી આ દિવસની શરૂઆત થઇ.

DRDO એક નવી સ્ટ્રેટેજિક બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રાણશ’ બનાવી રહ્યું છે, જે 200 કિ.મી. સુધીનું લક્ષ્ય સાધી શકશે.

શિલ્પા ભાટિયા સ્પાઈસજેટ એરનાં CCO નિયુક્ત.

સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના આભૂષણના સ્ટોક અને મૂલ્યાંકન રિપોર્ટ માટે કેરળ હાઈ કોર્ટના સેવાનિવૃત્ત જજ સી. એન. રામચંદ્રન નાયરને નિયુક્ત કર્યા.

અભ્યાસ/જોબ/અપડાઉન સાથે સરળતાથી, ઘરે બેઠાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

હૈદરાબાદ મેટ્રો રેલ કુલ 69 કિ.મી. લંબાઈ સાથે દેશનું બીજું સૌથી લાંબુ ઓપરેશનલ મેટ્રો નેટવર્ક બન્યું.

રેલવે ટીમે નેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા તથા પુરુષ વર્ગની ટ્રોફી જીતી.

ભારતીય સેનાના મેજર અનુપ મિશ્રાએ પ્રોજેક્ટ અભેદ્ય અંતર્ગત AK-47ની બુલેટ્સનો સામનો કરવા વિશ્વના પ્રથમ બુલેટપ્રૂફ હેલ્મેટનું નિર્માણ કર્યું જે 10 મીટરના અંતરેથી AK-47ની બુલેટને રોકી શકે છે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ની સ્થાપના. ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હિંદુ પક્ષના વકીલ કે. પરાસરન. ટ્રસ્ટમાં 15 સભ્યો હશે જેમાંથી નવ સ્થાયી અને છ નામિત.