Help & Support   |   Register Now   |   Login Now     

ફ્લોરિડાથી સ્પેસએક્સ ફાલકન 9 રોકેટ દ્વારા ઈઝરાયેલના પ્રથમ ચંદ્ર લેન્ડર બેરેસેટનું પ્રક્ષેપણ.

ડૉ. દિવ્યા કર્નાડે સમુદ્રી સંરક્ષણ ક્ષેત્રે પોતાના યોગદાન બદલ ગ્લોબલ નેચર ફોર ફ્યુચર એવોર્ડ-2019 જીત્યો. આ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા.

પ્રજનેશ ગુન્નેસ્વરને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ATP ટોપ મેન્સ સિંગલ્સ 100માં સ્થાન મેળવીને 94મો રેન્ક મેળવ્યો.

સુડાનના રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરે એક વર્ષની કટોકટીની ઘોષણા કરી. સમગ્ર દેશમાં પોતાની કેબિનેટ અને સ્થાનિક સરકારોને પણ ભંગ કરી.

CBDTએ કર સંબંધી વિવાદો દૂર કરવા અને તે સંબંધી મુકદમાની સંખ્યા ઓછી કરવામાં માટે ઇન્કમટેક્ષ કમિશનર સંજીવ શર્માની અધ્યક્ષતામાં ચાર સદસ્યીય સમિતિ બનાવી.

તમિલનાડુ થુથુકુડી જિલ્લામાં બીજું તટરક્ષક મુખ્યાલય મેળવીને બે તટરક્ષક જિલ્લા મુખ્યાલયવાળું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું. પ્રથમ જિલ્લા મુખ્યાલય ચેન્નઈમાં છે.

ત્રીજી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH)નું ગ્રાન્ડ ફિનાલે માર્ચમાં યોજાશે. આ નવીન અને પરિવર્તનકારી ડિજિટલ ટેકનોલોજી સંબંધી નવાચારોની ઓળખ કરનાર એક પહેલ છે.

ચોથું ભારત-આસિયાન એક્સ્પો શિખર સંમેલન નવી દિલ્હીમાં યોજાયું.

જે કે સિમેન્ટ ગુજરાતમાં બાલાસિનોર ખાતે રૂ. 200 કરોડના મૂડી રોકાણ સાથે ગ્રાઈન્ડીંગ યુનિટ સ્થાપશે. આ યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૦.7 MT થશે.

LIC મ્યુચ્યુઅલ ફંડે MF યુટિલિટીમાં પાર્ટીસીપેટિંગ AMC તરીકે જોડાવાની જાહેરાત કરી.