Help & Support   |   Register Now   |   Login Now     

ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હેલીએ સૌથી ઊંચો કેચ પકડવાનો રેકોર્ડ ગિનિસ બુકમાં નોંધાવ્યો.

ઓસ્ટ્રેલિયન સરકારે અધિકૃત રીતે બ્રેમબલ કેઈ મેલોમિસ (ઉંદર)ને લુપ્તપ્રાય જાહેર કર્યુ

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ દુનિયાની પ્રથમ મહિલા AI ન્યુઝ એન્કરનું અનાવરણ કર્યુ.

દુનિયાની સૌથી મોટી મધમાખી ફ્લાઈંગ બુલડોગ ઇન્ડોનેશિયાના મોલુક દ્વીપમાં મળી આવી. જેની પાંખો 6 સે.મી. અને ડંખ 2 સે.મી. લાંબા છે.

નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયા દ્વારા એનાયત ‘સિયોલ શાંતિ પુરસ્કાર’ની 1.42 કરોડ રૂપિયાની રકમ ‘નમામિ ગંગે’ને આપવાની જાહેરાત કરી.

ભારત-દક્ષિણ કોરિયા અયોધ્યાનાં રાજકુમારી સૂરીરત્ના (રાની હૂર હ્યાંગ ઓક)ની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડશે. તેમનાં લગ્ન દ. કોરિયાના રાજા કિમ સૂરો સાથે થયાં હતાં.

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા, સ્ટાર્ટઅપ્સ અને આંતરરાષ્ટ્રીય ગુના સામે લડાઈ સહિત કુલ 7 કરાર. દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જેઈ ઇન.

ન્યાયમૂર્તિ ઉમા નાથ સિંહ નાગાલેન્ડના પ્રથમ લોકાયુક્ત બન્યા.

નરેન્દ્ર મોદીએ સિયોલમાં ભારત કોરિયા સ્ટાર્ટઅપ હબનો શુભારંભ કર્યો. ભારત દુનિયામાં રિન્યુએબલ ઊર્જાનો છઠ્ઠો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો.

આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈશ્વિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોદીને સિયોલ શાંતિ પુરસ્કાર-2018. મોદી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય.