Help & Support   |   Register Now   |   Login Now     

નરેન્દ્ર મોદીએ ખેલોમાં ભાગ લેવાનું સરળ બનાવવા માટે ‘ખેલો ઇન્ડિયા’ એપ લોન્ચ કરી.

સેવાનિવૃત્ત જસ્ટિસ પી. એસ. તેજી પોલીસ કમ્પ્લેઇન્સ ઓથોરીટીના ચેરમેન બન્યા.

સૌરભ ચૌધરી અને મનુ ભાકરે ISSF વર્લ્ડ કપ-2019માં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમનો સુવર્ણ ચંદ્રક જીત્યો.

ભારતે પાકનું F-16 વિમાન તોડી પાડ્યું. ભારતનું એક મિગ-21 વિમાન PoKમાં ક્રેશ. વિંગ કમાન્ડર પાયલટ અભિનંદન વર્ધમાનની પાક આર્મી દ્વારા ધરપકડ.

28 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સી. વી. રામને 1928માં આ દિવસે રામન ઈફેક્ટની શોધ કરી હતી. તે માટે તેમને 1930માં નોબલ પુરસ્કાર અપાયો હતો.

સુરેશ રૈના ટી20માં 8000 રન કરનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો.

સર્બિયાના ટેનિસ ખેલાડી લાસ્લો જેરેએ રિયો ઓપન જીતી.

અમેરિકાના ગોલ્ફર ડસ્ટિન જોનસને WGC-મેક્સિકો ચેમ્પિયનશિપ જીતી.

ઈંગ્લીશ ફૂટબોલ લીગ (EFL) જીતીને માન્ચેસ્ટર સિટી છઠ્ઠી વખત EFL કપ ચેમ્પિયન બન્યું.

પેપ્સિકોનાં પૂર્વ CEO ઈન્દ્રા નુઈ એમેઝોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ.