Help & Support   |   Register Now   |   Login Now     

ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું નિધન. તેમણે રાજશ્રી પ્રોડક્શન હેઠળ હમ આપકે હૈ કૌન, મૈને પ્યાર કિયા, પ્રેમ રતન ધન પાયો, વિવાહ સહિત 20 ફિલ્મોની નિર્માણ કર્યુ હતું.

1૦૦ વર્ષમાં દુનિયામાં હિન્દુ માત્ર 1% તો મુસ્લિમ 10% વધ્યા. કોઈ ધર્મમાં ન માનનારાઓમાં 9% વધારો થયો.

શ્રેયસ ઐય્યર T20માં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બન્યો.

આંધ્રપ્રદેશે નાગાલેન્ડને હરાવીને સઈદ મુસ્તાક અલી T20માં 179 રને વિજય મેળવીને સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.

પાકિસ્તાને હાફિઝ સઈદ અને બે સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત પર પ્રતિબંધ મૂક્યો.

ભારતે પાકિસ્તાનમાં જતી ત્રણ નદીઓનું પાણી રોકવાની જાહેરાત કરી.

પેરિસની ‘ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ’ (FATF) દ્વારા આતંકવાદીઓને ફંડ આપતા અને પોષણ કરતા લિસ્ટમાં પાકિસ્તાનનું ‘ગ્રે લિસ્ટ’માં સ્થાન યથાવત.

ગુજરાતમાં વેરાવળના તીર્થના દરિયામાં સોમનાથ મંદિરથી 15 મીટર દૂર રાજ્યનું પ્રથમ વેવ રાઈડર બોયું લગાવાયું. 1 મીટર વ્યાસ તથા 200 કિ.ગ્રા. વજન.

સેવાનિવૃત્ત જસ્ટિસ ડી. કે. જૈન પ્રથમ BCCI લોકપાલ નિયુક્ત.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ દુનિયાનું સૌથી મોટું પ્રવાસી પ્લેન એરબસ-A 380 ઉડાડ્યું.