Help & Support   |   Register Now   |   Login Now     

પંજાબના તેજેન્દર પાલે ઇન્ડિયન ગ્રાંપીની શોટપુટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન. 25,942 શહીદોના નામ ઈંટ પર લખેલ છે. વિશ્વનું સૌથી મોટું સ્મારક.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધૂ ‘તેજસ’ એરક્રાફ્ટમાં ઉડાન ભરનાર સૌથી નાની વયની વ્યક્તિ તથા પ્રથમ મહિલા કો-પાઈલટ બની.

અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝાઈનો એક ઇનિંગ્સમાં 16 છગ્ગા સાથે કુલ 22 છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ.

અફઘાનિસ્તાને ટી20માં હાઈએસ્ટ સ્કોર (278/3)નો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝાઝાઈ-ઉસ્માન ઘાનીએ 236 રનની ઓપનિંગ ભાગીદારી સાથે ટી20ના ઈતિહાસમાં કોઈપણ ક્રમ માટેની હાઈએસ્ટ ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.

વીસ વર્ષ પછી સીરિયા IS મુક્ત થયું. ISના લગભગ 2500 આતંકવાદીઓએ શરણાગતિ સ્વીકારી. અબુ બક્ર અલ બગદાદીએ 1999માં ISની સ્થાપના કરી હતી.

વૃજ ભૂષણ શરણ સિંહ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ ચૂંટાયા.

નરેન્દ્ર મોદી પંડિત જવાહરલાલ નેહરુ પછી કુંભમાં સ્નાન કરનારા બીજા વડાપ્રધાન બન્યા. કુંભના 5 સફાઈ કર્મીના પગ ધોયા.

ભારતમાં ગ્રામિણ ક્ષેત્રોમાં માસિક ધર્મ પર આધારિત ફિલ્મ ‘પીરિયડ-એન્ડ ઓફ સેન્ટેન્સ’ને ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં ઓસ્કાર. ફિલ્મનાં નિર્દેશક રાયકા જેહતાબ્ચી.