Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય ગ્રાન્ડ માસ્ટર અભિજીત ગુપ્તાએ ચેસમાં કેન્સ ઇન્ટરનેશનલ ઓપન ટ્રોફી જીતી.

ભારતના પ્રથમ ફોર્મ્યુલા વન ડ્રાઈવર નારાયણ કાર્તિકેયનના પિતા જી. આર. કાર્તિકેયન FMSCI એન્યુઅલ એવોર્ડ્સમાં લાઈફટાઈમ અચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત.

પ્રસિદ્ધ ભારતીય નાટ્યકાર મહેશ એલકુંચવારની 'મહિન્દ્રા એક્સેલન્સ ઇન થિયેટર એવોર્ડ્સ' (META)ના લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-2019 માટે પસંદગી.

અમદાવાદ એરપોર્ટ માટે અદાણીની પેસેન્જર દીઠ 177 રૂપિયાની બીડ. અદાણીએ 50 વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવ્યો.

PM મોદીએ ગીતા આરાધના મહોત્સવ નિમિત્તે ઇસ્કોન, નવી દિલ્હીમાં 800 કિ.ગ્રા.થી વધુ વજન અને 2.8 મીટર લંબાઈ ધરાવતી દુનિયાની સૌથી મોટી ગીતાનું અનાવરણ કર્યુ.

ફ્રાન્સનો 20 વર્ષીય કિલિયન એમ્બાપે ફ્રેન્ચ લીગમાં સૌથી નાની વયમાં 50 ગોલ કરનાર ફૂટબોલર બન્યો.

ભારતીય એથ્લીટ તેજસ્વિની શંકરે પોતાના નેશનલ રેકોર્ડની બરાબરી કરીને અમેરિકામાં યોજાયેલ બીગ-10 મીટમાં લોંગ જમ્પમાં ગોલ્ડ જીત્યો.

પાર્ક્સ-ગાર્ડનમાં એસી બુલેટ ટ્રેન લાવવામાં વડોદરા દેશનું પ્રથમ શહેર બન્યું. બુલેટ ટ્રેનની રેપ્લિકા સમાન આ અમદાવાદમાં જ 24 સપ્તાહમાં તૈયાર થઇ છે.

શૂટિંગ વર્લ્ડ કપમાં 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ જીત્યો.

અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હીમાં આયોજિત ISSF વિશ્વ કપ-2019માં મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો.