Help & Support   |   Register Now   |   Login Now     

4 ફેબ્રુઆરી: વર્લ્ડ કેન્સર ડે. આ વર્ષની થીમ: આઈ એમ એન્ડ આઈ વિલ.

PM નરેન્દ્ર મોદીએ લેહમાં KBR એર પોર્ટના નવા ટર્મિનલના નિર્માણની આધારશિલા મૂકી.

નાગરિક (સુધારા) વિધેયકના વિરોધમાં પ્રખ્યાત મણિપુરી ફિલ્મકાર અરિબમ શ્યામ શર્માએ 2006માં પોતાને મળેલ પદ્મ શ્રી પુરસ્કાર સરકારને પરત કર્યો.

અમરાવતીમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નવા ભવનનું ઉદઘાટન.

1 ફેબ્રુઆરીથી અમલમાં આવેલ ભારતની નવી ઈ-કોમર્સ નીતિ અંતર્ગત ઈ-કોમર્સ કંપનીઓ જેમાં પોતાની ઇક્વિટી હોય તેવી પ્રોડક્ટ્સ નહિ વેચી શકે.

AFC એશિયન કપ જીતીને કતાર પ્રથમ વખત એશિયન ચેમ્પિયન બન્યું.

ભારત સરકારે ‘ધ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પોલીસી એન્ડ પ્રમોશન’ (DIPP)નું નામ બદલીને ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) કર્યુ.

દિલ્હીમાં 20મો ભારત રંગ મહોત્સવ (BRM) યોજાયો.

ઋષિ કુમાર શુક્લા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના ડિરેક્ટર નિયુક્ત.

INS દ્રોણાચાર્ય ટીમે સાઉથ નેવલ કમાન્ડની ‘કોચ્ચિ એરિયા પુલિંગ રેગાટા-2019’માં રેગાટા ટ્રોફી જીતી.