Help & Support   |   Register Now   |   Login Now     

બજેટ 2019: આગામી 5 વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનાવવાની જાહેરાત.

બજેટ 2019: 21000નું વેતન ધરાવનારને 7000નું બોનસ મળશે. શ્રમિકનું મૃત્યુ થતાં વળતર 6 લાખ.

બજેટ 2019: ગ્રૅચ્યુઇટીની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી.

બજેટ 2019: પોસ્ટ અને બૅન્કમાં રૂ. 40,000 સુધીની આવક પર કોઈ ટૅક્સ નહિ.

બજેટ 2019: રોકાણ કરનાર કરદાતા ઉપર રૂ. 6.5 લાખની આવક સુઘી કોઈ ટૅક્સ નહિ.

બજેટ 2019: 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને કરમાંથી મુક્તિ.

બજેટ 2019: ગાયોના ઉત્પાદન અને ઉત્પાદકતા માટે ‘રાષ્ટ્રીય કામધેનુ આયોગ’ શરૂ કરવાની ઘોષણા.

બજેટ 2019: પ્રધાનમંત્રી શ્રમયોગી માનવ ધન યોજના - 15,000થી ઓછી માસિક આવક ધરાવતા શ્રમિકો માટે પેન્શન યોજના. 3,000 રૂપિયા માસિક પેન્શન અપાશે.

બજેટ 2019: નાના, સીમાંત ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (KISAN) યોજના. 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે 6,000ની પ્રત્યક્ષ આવકની મદદ.

તમિલનાડુએ ‘ધ બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ’ કેટેગરીમાં ‘સ્વચ્છ ભારત યાત્રા’ એવોર્ડ જીત્યો. મદુરાઈ અને શિવકાશીને ‘ધ બેસ્ટ પરફોર્મિંગ સિટી’ તરીકે માન્યતા.