Help & Support   |   Register Now   |   Login Now     

દિલ્હીના ઇસ્કોન મંદિરમાં 800 કિ.ગ્રા વજન ધરાવતી દુનિયાની સૌથી મોટી ગીતા મૂકવામાં આવી.

મુંબઈમાં કાલા ઘોડા કલા મહોત્સવ શરૂ. આ ભારતનો સૌથી મોટો મલ્ટી-કલ્ચરલ સ્ટ્રીટ ફેસ્ટીવલ છે.

રેન્કિંગ બ્રાન્ડ ફાઈનાન્સ રિપોર્ટ: એમેઝોન ટોપ પર. TATA ભારતની નંબર વન બ્રાન્ડ અને 100માં ભારતની એકમાત્ર બ્રાન્ડ. ટોપ 500માં ભારતની 9 બ્રાન્ડ.

અમેરિકામાં પોલાર વોર્ટેક્સનાં કારણે ભારે હિમવર્ષા.

2 ફેબ્રુઆરી: વર્લ્ડ વેટલેન્ડ્સ ડે. 2019નો વિષય: વેટલેન્ડ્સ એન્ડ ક્લાઈમેટ ચેન્જ. પ્રથમ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઈ.સ. 1997માં ઉજવાયો.

RBIએ બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્કમાંથી દૂર કરી.

નિતીન ગડકરીએ નવી દિલ્હીમાં દૂરદર્શન પર ‘રગ રગમાં ગંગા’ નામનો યાત્રા-વૃત્તાંત કાર્યક્રમ શરૂ કર્યો.

ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ 200 ODI મેચ રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. મિતાલીએ હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ સામે રમીને આ ઉપલબ્ધિ મેળવી.

જર્મની, ફ્રાન્સ અને યુ.કે.એ ઈરાન સાથે ‘INSTEX’ નામની એક પેમેન્ટ ચેનલ શરૂ કરી. આ ચેનલ અમેરિકન પ્રતિબંધોને દૂર કરવામાં મદદ કરશે.

વાઈસ એડમિરલ અજિત કુમાર પી. પશ્ચિમી નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચિફ નિયુક્ત.