Help & Support   |   Register Now   |   Login Now     

નવી દિલ્હીમાં આંતર-સરકારી સંગઠન ઇન્ડિયન ઓસિયન રિમ એસોસિએશન (IORA)ની બેઠક યોજાઈ.

પાકિસ્તાનની સના મીર 100 T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર પ્રથમ એશિયન મહિલા ક્રિકેટર બની.

નેપાળના પૂર્વ કાયદા મંત્રી નીલામ્બર આચાર્ય ભારતમાં નેપાળના રાજદૂત નિયુક્ત.

સંજીવ રંજન કોલમ્બિયા ગણરાજ્યમાં ભારતના નવા રાજદૂત નિયુક્ત.

વિશ્વનો સૌથી મોટો 33મો શિલ્પ મેળો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત. મેળાનું આ સંસ્કરણ મહારાષ્ટ્ર થીમ પર આધારિત છે.

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ રિપોર્ટ 2018 અનુસાર ભારત પર્યટન ક્ષેત્રે ત્રીજા સ્થાને.

હરિયાણા હેમર્સે પંજાબ રોયલ્સને હરાવીને પ્રો-રેસલિંગ લિગ (PWL)નો ખિતાબ જીત્યો.

ત્રીજું ASEAN-ભારત યુવા શિખર સંમેલન ગુવાહાટીમાં યોજાયું. સંમેલનમાં 10 અસિયાન દેશો અને ભારતના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો.

ઈરાને 1,350 કિ.મી. ક્ષમતાવાળી નવી ક્રૂઝ મિસાઈલ (હોવેઈઝેહ)નું સફળ પરીક્ષણ કર્યુ. આ પરીક્ષણ ઈરાનની ઈ.સ. 1979ની ઇસ્લામિક ક્રાંતિના ઉત્સવ સમયે કરાયું.

ICCની ODI બેટિંગ રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાએ ક્રમાંક 1 મેળવ્યો.