Help & Support   |   Register Now   |   Login Now     

કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મુંબઈમાં ‘ઇન્ડિયા સાઈઝ’ પરિયોજના શરૂ કરી. ઉદ્દેશ્ય રેડી-ટુ- વિયર કપડાઓના ઉદ્યોગ માટે એક સ્ટાન્ડર્ડ ઇન્ડિયન સાઈઝ નિર્ધારિત કરવી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) એપને ગુગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરવામાં આવી.

ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર સ્થિત તહરીક-ઉલ-મુઝાહિદ્દીન પર પ્રતિબંધ મૂક્યો.

ભારતમાં વર્ષ 2015થી 2018 દરમ્યાન રેવન્યૂ મેળવનાર ટોચના 10 સ્મારકોમાં તાજમહેલ પ્રથમ સ્થાને.

ચાઇનીઝ મોબાઈલ કંપની ઓપ્પોએ દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસાવવા અને તેનું સમર્થન કરવા માટે તેલંગાણા સરકાર સાથે સમજૂતી કરી.

ભારતે ફ્રેન્ચ ગુયાનાથી 40મો કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-31 લોન્ચ કર્યો. ATM કનેક્ટિવિટી, DTH વગેરે સેવાઓ માટે ઉપયોગી. આ સેટેલાઈટ INSAT-4CRનું સ્થાન લેશે.

મુંબઈ હાઈકોર્ટે RBIને દ્રષ્ટિહીન લોકોને ભારતના વિવિધ ચલણી નોટોનાં મૂલ્યવર્ગ ઓળખવા માટે એક મોબાઈલ એપ વિકસાવવા કહ્યું.

MSME મંત્રાલય દ્વારા નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NFDC) મીની રત્ન શ્રેણી અંતર્ગત વિજેતા ઘોષિત.

મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે દીનદયાલ અંત્યોદય મિશનના લાભ સૌથી નબળા વર્ગો સુધી પહોંચાડવા એક પહેલ ‘શહેરી સમૃદ્ધિ ઉત્સવ’ શરૂ કરી.

સપ્ત શક્તિ કમાન્ડ ભારતીય સેના તરફથી ‘અભ્યાસ રાહત’નું આયોજન કરશે.