Help & Support   |   Register Now   |   Login Now     

નવી દિલ્હીમાં તેલ ઉદ્યોગ દ્વારા ઉજ્જવલા ઉત્સવ ઉજવાયો. કૈલાસ ખેર દ્વારા રચિત PMUY ગાન ‘ઉજ્જવલા ભારત ઉજ્જવલા’ પણ લોન્ચ કરવામાં આવ્યું.

અમેરિકા ભારતને 190 મિલિયન ડોલર્સની કિંમતે બે બોઇંગ-777 હેડ-ઓફ-સ્ટેટ એરક્રાફ્ટ માટે બે એડવાન્સ્ડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચશે.

ભારતના સૌથી વયસ્ક હાથી ‘ગ્રેની દક્ષાયિણી’નું કેરળમાં 88 વર્ષની વયે મૃત્યુ. ‘ગજા મુથસી’ની ઉપાધિથી સન્માનિત તેણે દાયકાઓ સુધી મંદિરના સરઘસ અને અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો.

સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર પોલીસ દળની CRPF, BSF, ITBP, RPF અને SSBને ‘ઓર્ગેનાઈઝ્ડ સર્વિસીસ’નો દરજ્જો આપ્યો. તેના તમામ કર્મચારીઓને સેવા સંબંધી લાભ આપવા આદેશ.

સ્વચ્છ ભારત મિશને મુંબઈમાં અમિતાભ બચ્ચનની ઉપસ્થિતિમાં ‘દરવાઝા બંધ ભાગ-2’ અભિયાન શરૂ કર્યુ.

મેસેડોનિયાએ નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સામેલ થવા માટે સમજૂતી કરતાં તે NATOનો 30મો સભ્ય દેશ બન્યો.

પશ્ચિમ બંગાળના માયાપુરમાં એક વિશ્વ વિરાસત કેન્દ્ર સ્થાપવામાં આવશે જેમાં 45 દેશોના ‘આધ્યાત્મિક શિબિર’ હશે. માયાપુર ISCKONનું ગ્લોબલ હેડક્વાર્ટર છે.

મંત્રીમંડળે પ્રસાર ભારતીની ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો.

અભ્યાસ/જોબ સાથે કે અપડાઉન સાથે સરળતાથી અને ઘરે બેઠાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

ગુજરાતમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. કેબિનેટે 1948નો ગુમાસ્તા ધારો રદ કરીને શોપિંગ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2019 અમલમાં મુકવાનો નિર્ણય લીધો.