Help & Support   |   Register Now   |   Login Now     

રમિત ટંડને સિટલ ઓપન સ્ક્વોશનું ટાઇટલ જીત્યું.

પી. વી. ભારતી કોર્પોરેશન બેંકનાં નવા MD અને CEO નિયુક્ત.

યુનિપ્રોએ ‘એયુમીના’ના નવોન્મેષ માટે ‘ઇનોવેશન એન્ડ ડેટા સાયન્સ’ કેટેગરીનો એજિસ ગ્રેહામ બેલ એવોર્ડ-2019 મેળવ્યો.

જુઆન ગાઈડો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિયુક્ત.

સ્વિગીએ બેંગલુરુ સ્થિત AI સ્ટાર્ટઅપ Kint.io ખરીદી લીધું.

શ્રમ મંત્રાલય દ્વારા મહિલાઓને ભૂમિગત ખાણોમાં કામ કરવાની મંજૂરી. માઈન્સ એક્ટ-1952 અંતર્ગત મહિલાઓના ઓપન કાસ્ટ માઈન્સમાં કામ કરવા પર પ્રતિબંધ હતો.

વિવિધ ક્ષેત્રોના વક્તાઓને વિવિધ પ્રાસંગિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરવા માટેની એક પહેલ સ્વરૂપે પૂણેમાં ‘વર્ડ્સ કાઉન્ટ ફેસ્ટીવલ-2019’ યોજાયું.

એર ઇન્ડિયાનું પ્રથમ ફ્લાઈટ સિમ્યુલેટર બોઇંગ-747-200ને મુંબઈમાં નહેરુ સાયન્સ સેન્ટરમાં સાર્વજનિક પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું.

પોપ ફ્રાન્સિસ અને અલ-અજહરના ગ્રાન્ડ ઈમામે ચરમપંથ સામે લડવા માટે સાથે મળીને કામ કરવા માટેના ઐતિહાસિક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા.

દુનિયાના કેથલિકોના નેતા પોપ ફ્રાંસિસ અરબની ખાડીની યાત્રા કરનાર પ્રથમ પોંટિફ બન્યા. તેમણે UAEમાં એક આંતર-ધાર્મિક બેઠકમાં ભાગ લીધો.