Help & Support   |   Register Now   |   Login Now     

ચિયાંગ માઈમાં EGAT કપ ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 48 કિ.ગ્રા. કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

જમ્મુ-કાશ્મીર સરકારે લદ્દાખ માટે એક અલગ એડમિનિસ્ટ્રેટીવ રેવન્યુ ડિવિઝન બનાવવાની મંજૂરી આપી. આમ જમ્મુ અને કાશ્મીર બાદ લદ્દાખ ત્રીજું ડિવિઝન બનશે.

IIT મદ્રાસે રોબર્ટ બોશ સેન્ટર ફોર ડેટા સાયન્સ એન્ડ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદઘાટન કર્યુ.

ઓરિસ્સામાં ગજપતિ જિલ્લાના જિરાંગમાં બુદ્ધ મઠ પદ્મસંભવ મહાવિહારની નજીક ‘પદ્મ સરોવર’ નામના મોટા તળાવની વચ્ચે ગુરુ પદ્મસંભવની 19 ફૂટ પ્રતિમાનું અનાવરણ.

ફ્રાન્સનો 38 વર્ષીય જોહાન ક્લારે મેડલ જીતનાર સૌથી મોટી વયનો સ્કીયર બન્યો.

દિલ્હીમાં સડક અકસ્માત અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે ‘ઝીરો ફેટલિટી કોરિડોર’ શરૂ કરાયો.

યસ બેંકે ડેટા સાયન્સમાં તેના ‘યસ એંગેજ એનરિચ એક્સેલ” પ્રોજેક્ટ માટે એજિસ ગ્રેહામ બેલ એવોર્ડ-2018 જીત્યો.

આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સૂચકાંક-2019માં ભારત 36મા ક્રમે. પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઈટ, વેપાર રહસ્ય સુરક્ષાઓને કવર કરનાર 45 ઇન્ડિકેટર્સના આધારે ક્રમ અપાય છે.

રોહિતના 1 દિવસમાં 5 રેકોર્ડ: T20માં સૌથી વધુ રન, T20માં 100 સિક્સ, સૌથી વધુ સિક્સ (349)નો ભારતીય રેકોર્ડ, સૌથી વધુ 50+ સ્કોર, ન્યુઝીલેન્ડમાં જીત અપાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 100મી ટી20 રમનાર વિશ્વની છઠ્ઠી ટીમ બની.