Help & Support   |   Register Now   |   Login Now     

ગ્રેમી એવોર્ડ્સ: કાસે મુસગરેવે આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. કાર્ડી બી સોલો આર્ટીસ્ટ તરીકે બેસ્ટ રેપ આલ્બમ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા બની.

લોસ એન્જેલસના સ્ટેપલ્સ સેન્ટરમાં 61મો ગ્રેમી એવોર્ડ્સ યોજાયો.

પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા મહેશ આનંદનું નિધન.

નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઇડાનાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રોટેક-2019નું નું ઉદઘાટન કર્યુ. ભારતના આ પ્રમુખ હાઈડ્રોકાર્બન સંમેલનમાં લગભગ 70 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો.

PM નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુપુરમાં ESICની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની આધારશિલા મૂકી.

હિમાચલ પ્રદેશના ઉના જીલ્લાના સિંઘાન ગ્રામમાં હિમાચલનો પ્રથમ મેગા ફૂડ પાર્ક શરૂ.

દિવ્યાંગ બાળકો માટે કરેલ સેવાકાર્યો માટે પ. બંગાળના પાદરી ફાધર ફ્રેંકોઇસ લેબોર્ડને લેગિયન ડી’હોનૂર (લીજન ઓફ ઓનર). લેગિયન ડી’હોનૂર ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.

જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ (CMS) પર આધારિત 13મું કોન્ફરન્સ ઓફ પાર્ટી (COP) સંમેલન ફેબ્રુઆરી-2020માં ગાંધીનગરમાં યોજાશે.

મૂલચંદ શર્મા દ્વારા લેખિત પુસ્તક ‘લો, જસ્ટિસ એન્ડ જ્યુડીશીયલ પાવર-જસ્ટિસ પી. એન. ભગવતીનો દ્રષ્ટિકોણ’ પ્રકાશિત. જસ્ટિસ ભગવતી ભારતમાં જનહિત યાચિકાના જનક કહેવાય છે.

એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ‘એશિયાઈ સિંહ સંરક્ષણ પરિયોજના’ શરૂ. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ-1972ની અનુસૂચિ-1માં એશિયાઈ સિંહને સર્વોચ્ચ સંરક્ષણ સ્તર પ્રદાન છે.