Help & Support   |   Register Now   |   Login Now     

‘રાઈટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ’ (ડબ્લ્યુજીએ)માં ફિલ્મ ‘મૂનલાઈટ’એ સર્વશ્રેષ્ઠ મૂળ પટકથાનો, વિજ્ઞાન આધારિત ફિલ્મ ‘અરાઈવલ’એ સર્વશ્રેષ્ઠ સ્ક્રીન પ્લેનો પુરસ્કાર જીત્યો.

જાપાનની સકુરા મોરીએ આઈટીટીએફ વિશ્વ ટુર ઇન્ડિયા ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મહિલા એકલનો ખિતાબ જીત્યો.

વરિષ્ઠ પત્રકાર રાજ ચેંગપ્પાને ફરી એક વાર એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા.

રાજનૈતિક વ્યંગ ફિલ્મ ‘ન્યુટન’એ 67મા બર્લિન ફિલ્મોત્સવમાં ‘ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ આર્ટ સિનેમાઝ’ પુરસ્કાર જીત્યો.

રામ કમલ મુખરજી દ્વારા લેખિત ‘હેમા માલિની : બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ નામના પુસ્તકનું ઓક્ટોબરમાં વિમોચન કરવામાં આવશે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી ટી આર જેલિયાંગે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની ઘોષણા કરી.

ભારત 2016માં અમેરિકન સરકારની સિક્યુરિટીઝમાં રોકાણ કરનાર 12મો મોટો દેશ બન્યો. જાપાન પ્રથમ સ્થાને.

સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિયુક્તિ સાથે કોર્ટમાં કાર્યરત ન્યાયાધીશોની સંખ્યા 28 થઇ.

બીએસએફે પતંજલિ સાથે સમજુતી પર હસ્તાક્ષર કર્યા. જે મુજબ બીએસએફ પરિસરોમાં BWWA પતંજલિ દુકાનો ખોલવામા આવશે.