Help & Support   |   Register Now   |   Login Now     

સરકારે મોબાઈલ ફોન અને પર્સનલ કોમ્પ્યુટર માટે ‘મ્કવાચ’ અને ‘સંવિંદ’ નામના મફત એન્ટી વાયરસ સોફ્ટવેરની શરુઆત કરી.

ભારતીય નેવિના વિમાન વાહક જહાજ INS વિરાટનું 6 માર્ચના રોજ સેવામાંથી ડિકમિશન કરવામાં આવશે.

હિન્દીના પ્રખ્યાત લેખક ડૉ. નામવર સિંહની સાહિત્ય એકેડમીની ફેલોશિપ માટે પસંદગી.

બ્રિટનમાં ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્મા ભારત-બ્રિટન સંબંધોમાં તેમના ઉલ્લેખનીય યોગદાન માટે પ્રથમ ‘ડૉ. સત્ય પોલ મેમોરિયલ એવોર્ડ’થી સન્માનિત.

અર્થશાસ્ત્ર માટે સૌથી નાની વયમાં નોબલ પુરસ્કાર મેળવનાર કેનેથ જે એરોનું નિધન.

ભારતી એરટેલે ટેલીનોર ઇન્ડિયાના વ્યવસાયનું 7,૦૦૦ કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરવાની ઘોષણા કરી.

ચીન અને ફ્રાન્સે પરમાણુ ઊર્જા અને વિજ્ઞાન ક્ષેત્રે ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.

આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ અનુસાર ભારતનો વુદ્ધિ દર 2016-17માં ઘટીને 6.6% રહેવાનું અનુમાન.

ક્રેસિડા ડિક લંડનની મેટ્રોપોલિટન પોલીસના કમિશનર નિયુક્ત. તેઓ સ્કોટલેન્ડ યાર્ડનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બન્યાં.

4 કરોડથી વધુ ફોલોઅર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલ નેતાઓમાં શીર્ષ પર.