Help & Support   |   Register Now   |   Login Now     

મહરિબાન અલીયેવ અજરબૈજાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નિયુક્ત. તેઓ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ પણ છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગણપતિ રાજુ ઉત્તર દિલ્હીમાં ભારતના પ્રથમ હેલીપોર્ટનું ઉદઘાટન કરશે.

સ્વીત્ઝર્લેન્ડ સરકારે સેબસ્ટીયન હગને બેંગલુરુમાં તેના મહાવાણિજ્ય દૂત નિયુક્ત કર્યા.

ડિશ ટીવીએ ડિજિટલ પેમેન્ટ માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે સમજૂતી કરી.

રિલાયન્સ જીયોએ ઉબર સાથે વ્યુહાત્મક ભાગીદારીની ઘોષણા કરી. ઉબરના ગ્રાહક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરુ કરવામાં આવેલ પ્રિપેડ વોલેટ દ્વારા પેમેન્ટ કરી શકશે.

ટીસીએસે વી રામા કૃષ્ણનને મુખ્ય નાણાકીય અધિકારી (CFO) નિયુક્ત કર્યા.

સીપરીના એક અહેવાલ મુજબ, ભારત પાછલા પાંચ વર્ષોમાં મોટા હથિયારોની આયાત કરનાર દુનિયાનો સૌથી મોટો આયાતકાર રહ્યો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેફ્ટનન્ટ જનરલ હરબર્ટ રેમન્ડ મેકમાસ્ટરને પોતાના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા.

નાગાલેન્ડમાં સત્તાધારી નાગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના અધ્યક્ષ શુરહોજેલી લિયેજિત્સુ સર્વસંમતિથી પાર્ટી વિધાયક દળના નેતા ચૂંટાયા. તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.

ભારત અને રવાન્ડાએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની રવાન્ડા યાત્રા દરમ્યાન નવોન્મેષ, ઉડ્ડયન ક્ષેત્રો તથા વિઝા જરૂરિયાતો સંબંધી ત્રણ સમજૂતી કરાર કર્યા.