Help & Support   |   Register Now   |   Login Now     

ભારતે 2016માં 46 અબજ ડોલર્સના પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ને આકર્ષિત કર્યુ.

ભારતે પુરુષો અને મહિલાઓની સ્પર્ધામાં ફાઈનલમાં ઈરાનને હરાવીને રોલબોલ વિશ્વ કપ 2017 જીત્યો.

શિલ્પા શેટ્ટીની સરકારની સાફ-સફાઈની પહેલ ‘સ્વચ્છ ભારત મિશન’ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી.

હરિયાણા સરકારે તમામ ખાનગી શાળાઓમાં સોલર સિસ્ટમ સ્થાપિત કરવી અનિવાર્ય કરી.

28 ફેબ્રુઆરી : નેશનલ સાયન્સ ડે. આ દિવસે સર સીવી રામન દ્વારા રામન પ્રભાવની શોધ માટે 1986થી આ દિવસ મનાવવામાં આવે છે.

રવિચંદ્રન અશ્વિને ડોમેસ્ટિક ટેસ્ટ શ્રેણીમાં ભારત તરફથી સર્વાધિક વિકેટ લઈને કપિલ દેવને પાછળ છોડ્યા.

પ્રખ્યાત મલયાલમ લેખક એમ પી વીરેન્દ્રકુમારને ભારતીય જ્ઞાનપીઠનો 30મો મૂર્તિદેવી પુરસ્કાર આપવામાં આવશે.

નવમું બ્રિકસ સંમેલન ચીનના શિયામેન શહેરમાં આયોજીત થશે.

ટાટા સમૂહની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિ.એ એન. ચંદ્રશેખરનને પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન ચૂંટ્યા.

જોન જોન ડોમેન અને નાઓમી વાન એસને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે વર્ષ 2016ના ક્રમશઃ સર્વ શ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીના પુરસ્કારથી સન્માનિત કર્યા.