Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય તટરક્ષક ફોર્સના જહાજ આઈસીજીએસ આયુષનું કોચ્ચિ, કેરળમાં જલાવતરણ કરવામાં આવ્યું.

ભારતીય મહિલા ટીમે એશિયન રગ્બી સેવન્સ ટ્રોફીમાં રજત ચંદ્રક જીત્યો. સાઉથ કોરિયાએ ભારતને હરાવ્યું.

આગામી એક એપ્રિલથી બે લાખ રૂપિયાથી અધિકના આભૂષણોની ખરીદી પર 1%ના સ્રોત પર કર એટલે કે TCS આપવાનો રહેશે. વર્તમાન સીમા 5 લાખ રૂપિયા છે.

દેશમાં અત્યાધુનિક સુવિધાઓથી યુક્ત કાર નિર્માણ માટે ટાટા મોટર્સે માઈક્રોસોફ્ટ સાથે સમજુતી કરવાની ઘોષણા કરી.

ઈસરોએ ભારતના સૌથી મોટા સ્વદેશ વિકસિત ક્રાયોજેનિક અપર સતેજ એન્જીન GSLV માર્ક IIIનું સફળતાપુર્વક પરીક્ષણ કર્યુ.

હિંદુ મેરેજ બિલ-2017, જે પાકિસ્તાનમાં હિંદુ સમુદાયનો પ્રથમ ખાનગી કાયદો છે, તેને સેનેટ દ્વારા અપનાવવામાં આવ્યું.

લતા મંગેશકરને બ્રાન્ડ લોરેટ દ્વારા ‘પૌરાણિક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં.

એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પછાડી દેશની બીજી સૌથી મુલ્યવાન કંપની બની ગઈ. ટાટા કન્સલ્ટેન્સી સર્વિસીઝ પ્રથમ ક્રમે.

પ્રખ્યાત હિન્દી વિદ્વાન, સાહિત્યકાર અને નાટકકાર સુરેન્દ્ર વર્માની નવલકથા ‘કાટના શમી કા વૃક્ષ : પદ્મ પંખુડી કી ધાર સે’ માટે વ્યાસ સન્માન 2016 માટે પસંદગી.

કયો દેશ ‘માર્સ 2117’ યોજના અંતર્ગત આવનાર 100 વર્ષોમાં મંગળ ગ્રહ પર પ્રથમ વાર શહેરનું નિર્માણ કરશે? સંયુક્ત આરબ અમીરાત