Help & Support   |   Register Now   |   Login Now     

ભારત-આસિયાન યુવા સંમેલન ભોપાલમાં યોજાયું, જેમાં 10 આસિયાન દેશોના 100થી વધુ પ્રતિનિધિ સામેલ થયા.

ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના ફુર્સતગંજમાં દેશની પ્રથમ એવિએશન યુનિવર્સીટીનું ઉદઘાટન કરવામાં આવ્યું.

20 ઓગસ્ટ: રાજીવ ગાંધીનો જન્મ દિવસ. સદભાવના દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રિયલ મેડ્રિડે બાર્સેલોનાને હરાવીને સ્પેનિશ સુપર કપ 2017નો ખિતાબ જીત્યો.

સંજીવ ગુપ્તા જનરલ મોટર્સ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને MD નિયુક્ત.

વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝે રાજેશ રાઠીને કારોબાર પ્રમુખ નિયુક્ત કર્યા.

સોહેલ મહમૂદે ભારતમાં પાકિસ્તાનના નવા હાઈ-કમિશનર તરીકે પદભાર ગ્રહણ કર્યો.

ગાયિકા પિંકને વિડીઓ મ્યુઝીક એવોર્ડ્સ 2017માં માઈકલ જેક્સન વિડીઓ વેનગાર્ડ પુરસ્કારથી સન્માનિત કરાશે.

લા લા લેન્ડની અભિનેત્રી એમા સ્ટોન ફોર્બ્સ મેગેઝિનની 2017માં દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં ટોચના સ્થાને.

ઈ.સ. 2020 સુધી દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં દુનિયાનો સૌથી મોટો 150 મેગાવોટનો એકલ ટાવર સોલાર થર્મલ વિદ્યુત પ્લાન્ટ બનાવવામાં આવશે.